________________
જેન જગત્ - લેકવાદ
૩૮૧ ઉત્તર–શંકા કરનારની શંકા વ્યાજબી છે. જ્યાં સુધી ખરે અર્થ ન સમજાય ત્યાંસુધી એ શંકા થઈ શકે છે. પરંતુ એ શબ્દો. આલંકારિક છે. ક્ષીરમેઘ એટલે દૂધને વરસાદ નહિ પણ દૂધના જેવો વરસાદ, ઘતમેઘ એટલે ઘીના જેવો વરસાદ, અમૃતમે એટલે અમૃતના જેવો વરસાદ. વરસાદ તે પાણીને જ છે પણ તે પાણું જમીનને દૂધના જેટલો ફાયદો પહોંચાડે છે. બાળકને જેમ દૂધ પિષણ આપે છે તેમ પિષણશક્તિરહિત બાળકના જેવી જમીનને પ્રથમ વૃષ્ટિ દૂધના જેટલો ફાયદો પહોંચાડે છે. એમજ વ્રત અને અમૃતના સંબંધમાં પણ સમજવું.
શંકા-કાલ તો સ્વયં નિર્જીવ છે. અજીવ પદાર્થને જ્ઞાન તે છે નહિ, તો પછી પાંચમે આરે પુરે થયો કે છઠો આરે પુરે થય માટે હવે પુલની અશુભ પરિણતિમાંથી શુભ પરિણતિ કરવી, અપકર્ષમાંથી ઉત્કર્ષ તરફ પિતાની ગતિ બદલવી જોઈએ એની ખબર કેમ પડે? શું તેના ઉપર કોઈ નિયંત્રણ કરનાર છે? વિના. નિયંતા ઉત્કર્ષ અપકર્ષનો ક્રમ ધરણસર શી રીતે ચાલે?
ઉત્તર–પ્રથમ કહેવાઈ ગયું છે કે દ્રવ્યમાત્રનું લક્ષણ ઉત્પાદવ્યય-ધ્રૌવ્યરૂપ છે. છએ દ્રવ્યમાં સ્વાભાવિક પર્યાયની પ્રવૃત્તિ પ્રતિસમય થયા કરે છે. કાલ પણ એક દ્રવ્ય છે. કાલનું ખાસ લક્ષણ વર્તન છે. કર્મસહિત જીવ અને પુદ્ગલ સ્કંધમાં વૈભાવિક પર્યાએના પરિવર્તનમાં કાલે ખાસ નિમિત્તકારણ છે. દિવસ, માસ, વર્ષ, યુગ, પલ્યોપમ, સાગરોપમ, ઉત્સર્પિણ, અવસર્પિણી, એ બધા.. કાલના પર્યાય છે. એનું મૂલ કારણ સૂર્ય છે. સૂર્યનું એક નામ આદિત્ય છે. એનો અર્થ એ છે કે વ્યવહારકાલનું આદિ કારણ આદિત્ય-સૂર્ય છે-“તતુ તે જ મતે પર્વ રે आइच्चे सरे० १ गोयमा ! सूरादिया णं समयाइ वा आवलियाइ वा जाव उस्सप्पिणीइ वा अवसप्पिणीइ वा से તેનાં નાવ મારૂદ ” (મા. ૨૨-૬ સૂ૦ કલ૯).