Book Title: Srushtivad Ane Ishwar
Author(s): Ratnachandra Maharaj
Publisher: Jain Sahitya Pracharak Samiti

View full book text
Previous | Next

Page 438
________________ ૩૯૮ સૃષ્ટિવાદ અને ઈશ્વર સમાન છે. જ્યાં એક સિદ્ધ છે ત્યાં અનંત સિદ્ધ છે અને જ્યાં અનંત છે ત્યાં એક છે. કહ્યું છે કે – जत्थ य एगो सिद्धो, तत्थ अणंता भवक्खयविमुक्का। अण्णोण्णसमोगाढा, पुट्ठो य सव्वे य लोगंते । અર્થ–જ્યાં એક સિદ્ધ છે ત્યાં અનંત સિદ્ધો છે. એક બીજાને અવગાહીને રહેલા છે. સર્વ લેકના અંતને સ્પર્શલા છે. જીવનો સ્વભાવ ઉર્ધ્વગામી હોવાથી નિર્લેપતુંબીવત એરંડબીજ બંધનમુક્તવત ધનુષ્યમુક્ત બાગવત અવિગ્રહગતિએ એક સમયમાં લોકને અંતે પહોંચે છે. ત્યારપછી ધર્માસ્તિકાય ન હોવાથી અલકમાં ન જતાં લોકને અંતે મુક્ત જીવો અટકી જાય છે. સિદ્ધનું સૈખ્ય. णवि अत्थि मणुस्साण, तं लोक्खं णवि य सव्वदेवाणं। जं सिद्धाणं सोक्खं, अव्वाबाहं उवगयाणं ।। जं देवाणं सोक्खं, सव्वद्धापिडियं अणंतगुणं । णय पावइ मुत्तिसुहं, णंताहिं वग्गवग्गूहि ॥ (૩૨૦ પૃ૦ રરૂ) 4 અર્થ—જે સુખ મનુષ્યમાં કઈ પણ મનુષ્યને નથી, જે સુખ સર્વ દેવતાઓમાં નથી, તે સુખ અવ્યાબાધ સ્થિતિને પ્રાપ્ત થએલ સિદ્ધ ભગવંતોને છે. દેવતાઓનાં સર્વ સુખને પિંડભૂત બનાવીને તેને અનંતગણું કરીએ તે પણ સિહના સુખની તુલના ન થઈ શકે. અથવા અનંત વર્ગને વર્ગ કરીએ તે પણ સિદ્ધસુખની સમાનતા ન કરી શકાય. એ સુખ સ્વાનુભવગમ્ય છે. અનુભવનારજ જાણી શકે. તીર્થંકર પણ જીભથી વર્ણન ન કરી શકે. જેમ જંગલી માણસ નગરની વસ્તુઓનું વર્ણન ન કરી શકે તેમ સંસારી માણસ સિંહના સુખનું ખ્યાન ન કરી શકે. બીજ બળી જવાથી જેમ અંકુર ઉત્પન્ન ન થાય

Loading...

Page Navigation
1 ... 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456