________________
૩૫૬
સૃષ્ટિવાદ અને ઈશ્વર છે ગુણ જેનો એવા ધર્માસ્તિકાયાદિ છ દ્રવ્યોથી પૂરેલ-ભરેલ છે, અર્થાત છ દ્રવ્યના સમુદાય રૂપ છે. લોકને એક પુરૂષરૂપે કલ્પીએ તે મુગટને સ્થાને રહેલ સિદ્ધ ભગવાનને આનંદથી આનંદિત થયેલ નૃત્યને માટે જાણે પગ પસારેલ હાયની તેમ નાચતા પુરૂષને આકારે આ લોક છે. તદુર્મુ
किमयं भंते लोएत्ति पवुञ्चइ गोयमा! पंचत्थिकाया एस णं एवतिए लोपत्ति पवुच्चइ। तंजहा-धम्मत्थिकाए अहम्मत्थिकाए जाव पोग्गलत्थिकाए । .
(મજ રૂ. ૪ સૂ૦ ૨૮૨) અર્થ–ગૌતમસ્વામી મહાવીર પ્રભુને પુછે છે કે હે ભત! આ લોક એ શું વસ્તુ કહેવાય છે? મહાગતમ! ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, જીવાસ્તિકાય અને પુદ્ગલાસ્તિકાય, એ પાંચ અસ્તિકાયને સમૂહ-એજ લોક કહેવાય છે.
અસ્તિકાયનું સ્વરૂપ. અસ્તિ એટલે પ્રદેશ, કાય એટલે સમૂહ; પરસ્પર સંમિલિત પ્રદેશને સમૂહ તે અસ્તિકાય. પરસ્પર સંમિલિત પ્રદેશવાળા પાંચ પદાર્થ છેઃ ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, જીવાસ્તિકાય, અને પુલાસ્તિકાય. એ પાંચે પદાર્થોનું સ્પષ્ટીકરણ નીચે પ્રમાણે છે.
[શ્રી ગૌતમ મહાવીર પ્રશ્નોત્તર ] ગૌતમ—હે પ્રભો ! ધર્માસ્તિકાય છની કઈ કઈ પ્રવૃત્તિમાં હેત બને છે?
શ્રી મહાવીર– હે ગૌતમ ! જીવોનું આવવું, જવું, બેલવું, આંખને પલકારો માર, મનને વ્યાપાર, વચનને વ્યાપાર અને કાયાને વ્યાપાર, ઇત્યાદિ-પ્રકારના જે જે ચલિત ભાવો છે તે બધા ધર્મોસ્તિકાયનું નિમિત્ત પામીને પ્રવર્તે છે, કેમકે ધર્માસ્તિકાયનું લક્ષણ ગતિ છે. ગતિવાળા પદાર્થો બે છે, જીવ અને પુદ્ગલ. એ બેની ગતિક્રિયામાં સહાયતા આપનાર ધર્માસ્તિકાય નામનું દ્રવ્ય છે.