________________
દાર્શનિક-ઉત્તર પક્ષ
૩૦૧
(૭) વાક્ય–વેરઃ પરેચા, વાચવાત, ભારતવત, એ સાતમું
અનુમાન. સંખ્યાવિશેષ-વષ્ણુપરિમાણનિલ સંસ્થા, ૩પેક્ષાકુદ્ધિગજ્જા, પવન્યસંગાવત એ આઠમું અનુમાન
પ્રસ્તુત આઠ અનુમાન અને અન્ય આગમ-શ્રુતિવાથી નૈયાયિકે ઈશ્વરની સિદ્ધિ કરે છે.
જેનોને ઉત્તર પક્ષ. अन्ये त्वभिदधत्यत्र वीतरागस्य भावतः । इत्थं प्रयोजनाभावात् कर्तृत्वं युज्यते कथम् ? ॥
(ા વારત રૂ૪) અર્થ-જેને ઈશ્વરના વિચારમાં પરીક્ષાપૂર્વક પ્રથમ પતંજલિના અનુયાયીઓને જવાબ આપે છે કે તમારે મતે ઈશ્વરમાં વૈરાગ્ય–વીતરાગ ભાવ સહજસિદ્ધ છે.
જ્યારે ઈશ્વર વીતરાગ–પરમ વૈરાગ્યવાન છે, ત્યારે તેને કઈ ઈચ્છા સંભવતી નથી. વિનાઈચ્છા પ્રેરણા કરવાનું કંઈ પ્રયોજન નથી. પરપ્રેરકત્વ અને ફલેચ્છાના પરસ્પર વ્યાયવ્યાપક ભાવ છે. વ્યાપક ફલેચ્છાના અભાવથી વ્યાપ્ય પરપ્રેરકત્વને પણ અભાવ સિદ્ધ થાય છે.
એજ વાત વધારે સ્પષ્ટતાથી બતાવે છેઃ नरकादिफले कांश्चितू, कांश्चित्स्वर्गादिसाधने । कर्मणि प्रेरयत्याशु, स जन्तून् केन हेतुना ? ॥
(શા વા. સ્ત૦ રૂ. ૧) અર્થ—અહો પાતંજલ ! તમારા ઈશ્વર કેટલાએક છોને નરક આદિ દુર્ગતિ આપનાર દુષ્કૃત્ય કરવાની પ્રેરણા કરે છે અને કેટલાએકને સ્વર્ગ આદિ સદ્ગતિ આપનાર સુકૃત્યમાં પ્રેરે છે, તે શા હેતુથી? તેમ કરવામાં ઈશ્વરનું શું પ્રયોજન છે?