________________
સૃષ્ટિવાદ અને ઈશ્વર
રાખવામાં આવે કે તેમાંની એક બ્લેડ ગરમ થાય અને ખીજી ઠંડી. રહે તે તે કક્ષામાં વિદ્યુતપ્રવાહ થવા લાગે છે. આ ધાતુના યાગને “ તાપવિદ્યાત્ યુગ્મ ” (Thermo-couple) કહે છે.
,,
૩૪૦
એક વિશેષ પ્રકારને કાચ કે જેને એકીકરણ તાલ (Lenscondensing) કહે છે, તેને સૂર્યની કક્ષામાં રાખવાથી તાપ એટલે વધી શકે છે કે તેથી કાગળ, કપડાં વગેરે ચીજો મળી જાય છે. એજ સિદ્ધાંત ઉપર ઈંછનના મેયલરનું પાણી ગરમ થઇ વરાળ રૂપ અને છે.
હમણાં હમણાં બર્લિનના વૈજ્ઞાનિક ડા. બ્રુને લેંગે પેાતાની પ્રયેાગશાળામાં એક એવા યંત્રની રચના કરી છે કે જેનાથી સૂર્ય - તાપ નિરંતર વિદ્યુક્તિમાં બદલાતા રહે છે. એ યંત્રની અંગભૂત પ્લેટા હજારોની સંખ્યામાં તૈયાર કરી કામે લગાડાશે તો તેથી મીલ વગેરે કારખાનાંઓ ચલાવી શકાશે. યદ્યપિ જલપ્રપાતથી પણ વિદ્યુપ્રવાહ ઉત્પન્ન થાય છે પણ એના કરતાં સૂર્યતાપથી ઉત્પન્ન થતા વિદ્યુત્પ્રવાહની વિશેષતા એ છે કે તે દરેક સ્થળે ઉત્પન્ન થઈ શકે છે. જલપ્રપાત નદી આદિજલાશયનાં સ્થાન હેાય ત્યાંજ ચાલી શકે છે. સૂર્યપ્રકાશ તા દરેક જગ્યાએ મળી શકે છે. વિશેષ કરીને ભૂમધ્ય રેખાની પાસે ઉષ્ણકટિબન્ધવાળા દેશામાં વિદ્યુત્ શક્તિ ઘણી સસ્તી પડી શકે છે. જો આ સૂની શક્તિ ગ્રહણ કરવાના પ્રયેગ સંપૂર્ણ થશે તેા કાયલા તેલ લાકડાં વગેરેની જરૂરીઆત ઘણી ઓછી થઈ જશે. ડેાકટર લૈંગની પ્લેટને ઉપયેગ આજે પણ અનેક પ્રકારે થાય છે, જેવા કે જહાજ અથવા વાયુ યાનમાં આ યંત્ર દ્વારા ભયની ચેતવણી પ્રાપ્ત કરી શકાય છે. ફાટાગ્રાફની પ્લેટ પર લાલ રંગનાં કિરણા સંગ્રહી શકાય છે.
( ગંગા વિજ્ઞાનાંક : પ્રવાહ ૪ તરંગ ૧. લેખક–શ્રીયુત રામગેપાલ સકસેના ખી. એસ. સી.)