________________
૩૩૬
સુષ્ટિવાદ અને ઈશ્વર
(૨) ભૂગર્ભવિદ્યાવિશારદ પ્રોજૉલિ કહે છે કે પૃથ્વીની હેટાઈ ઉપરથી જણાય છે કે આ પૃથ્વી ૧૦ કરોડ વર્ષોમાં બની છે.
(૩) ઈરાની પુરાણ અનુસાર પૃથ્વીની ઉત્પત્તિ આજથી બાર હજાર વર્ષ પહેલાં થઈ હતી.
મનુસ્મૃતિ અને પુરાણુનુસાર પૃથ્વીની ઉમર
હિંદુ પુરાણોની માન્યતાનુસાર બ્રહ્માના દિવસની શરૂઆતમાં સૃષ્ટિ ઉત્પન્ન થાય છે અને સાંજે તેની સમાપ્તિ થાય છે એટલે પ્રલય થાય છે. રાત્રે પ્રલય અને દિવસે સૃષ્ટિ. બ્રહ્માના એક દિવસમાં ૧૪ ભવંતરે થાય છે. એકેક મવંતરમાં ૭૧ ચતુર્યગી થાય છે. ચાર યુગમાં સત્યયુગનાં ૧૭૨૮૦૦૦, ત્રેતાનાં ૧૨૯૬૦૦૦, દ્વાપરના ૮૬૪૦૦૦, કલિયુગનાં ૪૩૨૦૦૦ વર્ષ થાય છે. એકંદર ૪૩ર૦૦૦૦ વર્ષ ચાર યુગનાં થયાં. ચૌદે ભવંતરનાં ચાર અજ બત્રીસ કરોડ વર્ષ થાય છે. એટલી ઉમર પૃથ્વીની બતાવી છે. વર્તમાનમાં સાતમા ભવંતરની ૨૭ ચતુર્કગી પસાર થઈ છે. ૨૮ મી ચાલે છે. તેના ત્રણ યુગ પુરા થઈ ગયા છે, ચોથા કલિયુગનાં પ૦૪૦ વર્ષ ચાલુ સાલમાં એટલે ૧૯૯૬ ની સાલમાં પુરાં થયાં છે. ચાર લાખ છવીસ હજાર નવસે સાઠ વરસ બાકી કલિયુગનાં છે. વર્તમાનમાં પૃથ્વીની ઉમર ૧૯૭૨૯૪૯૦૪૦ વર્ષની છે. મનુસ્મૃતિ પ્રથમાધ્યાય ક ૬૮, ૭૩, ૭૦, ૮૦ ના અનુસાર પણ ઉપર પ્રમાણે વર્તમાન આયુ દર્શાવેલ છે. સૂર્યસિદ્ધાન્તને અનુસાર પણ એજ અંક છે, પણ આર્ય ભટની ગણનાનુસાર ૧૯૮૬૧૨૫૦૩૧ વર્ષ થાય છે.
- રેડિયમ. આ પૃથ્વી કેટલી પુરાણું છે તેને સિદ્ધ કરનાર વૈજ્ઞાનિકોએ શોધી કાઢેલ રેડિયમ નામને પદાર્થ છે. રેડિયમ યુરેનિયમ નામના પદાર્થમાંથી નીકળે છે. અર્થાત યુરેનિયમ રેડિયમ રૂપે પરિવર્તિત થાય