________________
દાર્શનિક-ઉત્તર પક્ષ
૩૦૫
પડવો જોઈએ. જે કહેશો કે અદૃષ્ટને પણ કારણ માનવાથી અદષ્ટના વિલંબથી કર્મને વિલંબ થશે, તો પછી ઇશ્વરપ્રયતનને કારણ માનવાની શું જરૂર છે? અદષ્ટને જ કારણ માને. બીજી વાત એ છે કે ક્રિયા સામાન્યમાં યત્નસામાન્યને કાર્યકારણભાવ માનવામાં કેાઈ પ્રમાણ નથી. ગમનાદિ પ્રવૃત્તિ પ્રત્યે જીવનનિયત્ન શિવાય વિલક્ષણ યત્ન રૂપે કાર્યકારણભાવ માનવો પડશે. એટલે ઇશ્વરપ્રયત્ન કાર્યકારણભાવની કટિમાં નહિં આવી શકે. માટે બીજા અનુમાનથી ઈશ્વરસિદ્ધિ થઈ શકતી નથી.
નયાયિકના ત્રીજા અનુમાનનું નિરાકરણ
નૈયાયિકે કહે છે કે આકાશમાં બ્રહ્માંડ અદ્ધર રહેલ છે તે ઈશ્વરના પ્રયત્નથી. ઈશ્વરનો પ્રયત્ન ન હોત તો આ બ્રહ્માંડ ક્યારનું એ નીચે લટકી પડ્યું હોત. એના જવાબમાં ઉપાધ્યાયજી કહે છે કે પતિનનું કારણ કેવલ ગુરૂત્વ નથી પણ પ્રતિબન્ધકાભાવ પણ કારણ છે. અન્યથા આમ્રફલ ભારે થતાં નીચે પડી જશે. પણ બિંદડું પતનનું પ્રતિબંધક છે તેથી પડતું નથી. માટે “વિશ્વમવેતરરામરીન ' એ વિશેષણ આપવું પડશે. તેમ છતાં વેગવાળા બાણમાં પતન થતું નથી. માટે “વેકિયુ' એ વિશેષણ આપવું પડશે. તેમ છતાં મંત્રબળથી કોઈએ આકાશમાં એક ગેળો અદ્ધર રાખ્યો તેમાં વ્યભિચાર આવશે. તેનું નિવારણ કરવા માટે “મદષ્ટાચુ” એ વિશેષણ લગાડવું પડશે. ત્યારે “સરછાયુaહાઇડસ્કૃતિ ' એ પ્રસિદ્ધ થશે, કેમકે બ્રહ્માણ્ડધૃતિ અદષ્ટપ્રયુક્ત છે. એટલે અનુમાનમાં સ્વરૂપસિદ્ધિ દેષ લાગ્યો. કહ્યું છે કે
निरालम्बा निराधारा, विश्वाधारो वसुन्धरा । यावञ्चावतिष्ठते तत्र, धर्मादन्यन्नकारणम् ॥