________________
૩૩૨
સુષ્ટિવાદ અને ઈશ્વર
ઉત્પત્તિની છાપ લાગેલી છે. એની શિલાઓ અસ્તવ્યસ્ત નથી પડી કિન્તુ સ્તર ઉપર સ્તર જામેલ શિલાઓ પત્થર, વેળુ, માટી યા ચુનાના પત્થરના કણથી બનેલી હોય તેમ લાગશે. આ શિલાઓનું પ્રસ્તરિત થવું અને હાને ન્હાના કણથી બનવું એ વાતને સાબિત કરે છે કે એની ઉત્પત્તિ કઈ જલાશયના પડમાં થએલી છે.
હિમાલયની ઉત્પત્તિ કેમ થઈ?
આ સાધારણ અનુભવની વાત છે કે નદીઓ અને નાળાં પિતાના પ્રવાહની સાથે માટી, વેળુ કે કાંકરીને વહાવી લઈ જાય છે. મેદાનમાં વહેતી નદી જેમ જેમ સમુદ્રની પાસે પહોંચે છે તેમ તેમ તેનું પાણી ડોળું થતું જાય છે. હરદ્વારમાં ગંગાજલ જેટલું નિર્મળ છે તેટલું કાશીમાં નથી અને કાશીમાં છે તેટલું પટનામાં નથી. નાળાં અને નદીઓ પૃથ્વીને કાપી કાપી પિતાના માર્ગ બનાવતી જાય છે. પેટી મ્હોટી નદીઓ તો કલ કલ શબ્દ કરતી જલના પ્રબળ વેગથી મોટી શિલાઓને પણ કાપી નાખે છે. પહાડોમાંથી ત્રટેલા પત્થરો જલપ્રવાહમાં રગડતા રગડાતા ગેળમટોળ થઈ ધીરે ધીરે ન્હાના ન્હાના કાંકરારૂપ બની જાય છે. પહાડથી ઉતરતાં વેગ પ્રબળ હોય છે જ્યારે મેદાનમાં વેગ કંઈ ઓછો થાય છે, ત્યાં કાંકરા વગેરે અટકી જાય છે, પણ વેળુ અને મારી તે ઠેઠ સમુદ્ર સુધી પહોંચે છે અને સમુદ્રમાં માટી તથા રેતીના થર જામતાં જાય છે, અને તેમાંથી શિલાઓના થર જામતાં પહાડ બનતા જાય છે. આવી રીતે પર્વતની સૃષ્ટિ ગુપ્ત રીતે બને છે. આમ પર્વતે બનતાં લાખે નહિ બલ્ક કરેડ વર્ષ નિકળી જાય છે. કરડે વર્ષ દરમ્યાન ભૂકંપ આદિ અનેક કારણેથી સમુદ્રનું પાણી એક સ્થાન છેડી બીજે સ્થાને જાય છે ત્યારે પર્વતે પ્રગટ થાય છે. એ પ્રકારે હિમાલયની સૃષ્ટિ મહાસાગરમાં થઈ હોય એમ વિજ્ઞાન માને છે. એનું બીજું પ્રત્યક્ષ પ્રમાણ એ પણ છે કે તેની ચટ્ટાનોમાંથી જલચર પ્રાણીઓના અવ