________________
૧૮૬
સુષ્ટિવાદ અને ઈશ્વર
ત્રણે મળી સ્તુતિ કરવા લાગ્યા ત્યાં આકાશવાણ થઈ કે તમે ત્રણે સૃષ્ટિ સ્થિતિ અને લયના કામમાં લાગી જાઓ. એટલું કહેતી એક દેવી પ્રગટ થઈ. ત્રણેએ દેવીને કહ્યું કે આંહિ તે જલ શિવાય બીજું કાંઈ નથી, તો ક્યાં બેસીએ અને શી રીતે અમારું કાર્ય કરીએ? દેવી હસી. એટલામાં આકાશમાંથી એક વિમાન ઉતર્યું. દેવી બોલી કે તમે ત્રણે આ વિમાનમાં બેસી જાઓ. હું તમને એક આશ્ચર્યકારક વસ્તુ બતાવીશ. દેવી સાથે ત્રણે બેઠા અને વિમાન આકાશમાં ઉડ્યું. એવે સ્થાને લઈ ગયું કે જ્યાં પાણીને બદલે વિસ્તીર્ણ પૃથ્વી અને બાગ બગીચા હતા. વિમાન હજી આગળ ચાલ્યું. સ્વર્ગલોક આવ્યો, ત્યાં ઈદ, કામધેન, નંદનવન વગેરે જોયાં. ત્યાંથી આગળ બ્રહ્મલોક આવ્યો. ચતુર્મુખ સનાતન બ્રહ્માને જોયા. ત્યાંથી પણ આગળ ગયા તે શિવલોક (કૈલાસ લોક) દેખાયો. ત્યાં પંચમુખા મહાદેવ વગેરે જોયા. ત્યાંથી આગળ વિષ્ણુલેક–વૈકું ઠકમાં લક્ષ્મીજી સાથે સનાતન વિષ્ણુને જોઈ આશ્ચર્ય પામ્યા. ત્યાંથી આગળ ચાલતાં મણિદ્વીપમાં પહોંચ્યા. વન ઉપવનથી સુશોભિત તે દ્વીપમાં એક પલંગ પર દિવ્યાંગના બેઠી જેવામાં આવી. તેની ચારે તરફ દેવકન્યાઓ ઘેરીને ઉભી હતી. બ્રહ્માએ પૂછયું કે “આ સ્ત્રી કોણ છે?” જ્ઞાનબલથી જાણી વિષ્ણુએ જવાબ આપ્યો કે આ જ બધાના મૂલ કારણભૂત પ્રકૃતિદેવી છે. આ જ પ્રકૃતિ નિત્ય બ્રહ્મ અને અનિત્ય માયારૂપમાં રહેનારી ઈચ્છાશક્તિ રૂપ છે. દેવતા શું અને દેવી શું, સૌ કરતાં એની શક્તિ વધારે છે. બ્રહ્મા આદિ સૌની એ માતા છે. ત્રણે જણ દેવીની સાથે વિમાનથી ઉતરી પ્રકૃતિદેવીના દ્વારમાં જેવા દાખલ થયા કે તરતજ પ્રકૃતિદેવીએ બ્રહ્મા વિષ્ણુ અને મહેશને સ્ત્રીરૂપે બનાવી દીધા. પ્રકૃતિદેવીને પ્રણામ કરી હામે ઉભા રહ્યા. તે દેવીના પાદપવામાં એક નખમાં સ્થાવર જંગમાત્મક નિખિલ બ્રહ્માંડ તેમને દષ્ટિગેચર થવા લાગ્યું. કમલ પર બેઠેલ બ્રહ્મા, મધુ કૈટભ પાસે શેષશય્યા પર સુતેલા વિષ્ણુ આદિ સર્વ વસ્તુ તે નખદર્પણમાં દેખાવા લાગી.