________________
૨૮૬
સુષ્ટિવાદ અને ઈશ્વર
थ तस्याप्यधिष्ठानं, तेनैवेत्यविपक्षता । ચારીત્રષિgnતા,મુકતારમવત (વાલાષ્ટ)
અર્થ–ઈશ્વરના શરીરનું અધિષ્ઠાન ઈશ્વરજ છે. અર્થાત્ ઈશ્વરનેજ પિતાના શરીરના અધિષ્ઠાતા તરીકે માનવામાં આવે તે તે શરીર ચેતનાધિકિત બની જવાથી સાધ્યાભાવવત્તારૂપ વિપક્ષના ન રહી, એટલે અનેકાંતદોષને પરિહાર થઈ જશે એ વાત સાચી; પણ તે શરીર બન્યા પહેલાં ઈશ્વર અશરીરી રહેશે અને અશરીરી આત્મા મુતાત્માની પેઠે અધિષ્ઠાતા બની નહિ શકે. એટલે વિપક્ષતા તે ઉભી રહી. कुम्भकाराद्यधिष्ठान, घटादौ यदि चेष्यते। नेश्वराधिष्ठितत्वं स्यादस्ति चेत् साध्यहीनता ॥
( વા. ૬ ૭૨) અર્થ–નૈયાયિકને પુછો કે ઘટ આદિ કાર્ય કુંભાર અધિકિત છે કે ઈશ્વરાધિકિત છે? જે કુંભાર અધિછિત માને તે ઈશ્વરાધિકિતત્વ તેમાં નહિ રહે. કુંભારને લઈનેજ ચેતનાધિકિતત્વ રૂપ સાધ્ય સિદ્ધ થઈ જાય છે, તેને ફરી ઈશ્વરને લઈ સાધતાં સિદ્ધસાધન દોષ આવે. વળી ઘટાદિની માફક દેહાદિકમાં ઇશ્વરાધિકિતત્વ સિદ્ધ નહિ થાય. यथा सिद्धे च दृष्टान्ते, भवेद्धेतोविरुद्धता । નીચરનારા-મરવંઝણા (ન્ઝો વા વા ૮૦)
અર્થ–ઘટાદિક જેમ અલ્પજ્ઞ, અનીશ્વર અને વિનાશી કુંભારાદિકથી ઉત્પન્ન થાય છે, તેમ દેહાદિક પણ અલ્પજ્ઞ, અનીશ્વર અને વિનાશી પ્રાણીથી ઉત્પન્ન થઈ જશે. ઘટાદિકના દષ્ટાંતવાળા અનુમાનથી ઈશ્વરાધિષ્ઠિતત્વ રૂપ સાધ્યના અભાવને સાધક હેતુ બનવાથી વિરુદ્ધ નામને હેત્વાભાસ લાગતાં અનુમાન દૂષિત બની જાય છે. એટલે ઈશ્વરકર્તક જગત સિદ્ધ થતું નથી. ઘટના કર્તા કુંભાર અને ઈશ્વર બંનેને માનશો તે દેહાદિકના પણ અનેક કર્તા સિદ્ધ થશે. એક ઇશ્વર સિદ્ધ નહિ થાય.