________________
૨૩૪
સુષ્ટિવાદ અને ઈશ્વર સઘળાએ એનલીસ સિવાય સેજદો કર્યો.......ખુદાએ કહ્યું કે જ્યારે મેં તને ફરમાવ્યું ત્યારે તને કઈ ચીજે અટકાવ્યો કે તું સજદો ન. કરે ? તેણે કહ્યું કે હું તેના કરતાં વધારે સારે છું. તે મને આગમાંથી પેદા કર્યો છે અને તે તેને મટાડીમાંથી પેદા કર્યો છે.
(ગુ. કુ. પ્ર. ૭. સુરતલ–અઅરાફ. આ. ૧૦–૧૧–૧૨) અને હે આદમ ! તું અને તારી સ્ત્રી બેહેસ્તમાં રહે. પછી જ્યાંથી તમે બન્ને ઈચ્છો ત્યાંથી ખાઓ અને તમો બને આ ઝાડ પાસે જાઓ નહિ, કે જેથી તમે બને જેલમગારોમાંના થાઓ. પછી શેતાને તે બનેને વસવસો કરી (ફેસલાવ્યાં) એટલા માટે કે તે બન્નેને જે ગુહ્ય ભાગ તેઓનાથી છુપ હતો તે તેને માટે તે ખુલ્લો કરે. અને શેતાને કહ્યું કે તમારા પરવરદગારે તમને બન્નેને આ ઝાડની માત્ર એટલા માટે મના કરી છે કે રખે તમે બન્ને ફેરતા. થાઓ અથવા તમે બન્ને અહિયાં નિરંતર રહેનારા થાઓ. અને તેઓ બન્ને પાસે તેણે સોગંદ ખાધા કે ખરેખર હું તમારે બન્ને માટે એક સલાહ આપનાર છું. પછી તેણે તે બન્નેને છેતરપીંડીથી નીચે ઉતાર્યો. પછી જ્યારે તેઓ બન્નેએ તે ઝાડ (નાં ફળ) ને સ્વાદ લીધે, ત્યારે તેઓ બન્નેને ગુહ્ય ભાગ તેઓ બન્નેને જાહેર થયે, અને તેઓ પોતાની ઉપર બેહેસ્તની વાડીનાં પાંદડાં વળગાડવા મંડયાં. અને તેઓના પરવરદગારે તેઓ બન્નેને નેદા (આકાશવાણી) કરી કહ્યું કે શું મેં તમને બંનેને આ ઝાડની મના કરી નહતી ? અને, મેં તમને બન્નેને કહ્યું નહોતું કે ખરેખર શેતાન તમારે બન્નેને માટે એક ચખે શત્રુ છે?....ખુદાએ કહ્યું તમે સૌ નીચે ઉતરે, તમારામાંના કેટલાએક બીજા કેટલાએકના દુશ્મન છે. તમારા માટે પૃથ્વીમાં એક આરામગાહ અને અમુક મુદ્દત (મરણ) સુધી ભરણ પિષણ છે.......હે આદમના છોકરાઓ ! અમે તમારે માટે કપડાં અને સુંદર વસ્ત્ર નીચે મેકલ્યાં છે કે જે તમારી એબ ઢાંકે છે. (ગુ. કુ. પ્ર. ૭ સુરતલ અઅરાફ આ૦ ૧૯-૨૦-૨૧-૨૨–૨૪–૨૬),