________________
દાર્શનિક–ઉત્તર પક્ષ
૨૭૯
કરે છે તેથી લાળ ઉત્પન્ન થાય છે, તેમાંથી જાળ બનાવે છે. એટલે દષ્ટ સાધનથી લાળ બનાવે છે, માટે દષ્ટાંતમાં સામ્ય નથી.
अभावाचानुकम्प्यानां, नानुकम्पाऽस्य जायते। समेत शुभमेपैक-अनुकम्पाप्रयोजितः ॥ (श्लो० वा०५।५२)
અર્થ–કદાચ એમ કહો કે પ્રાણીઓની અનુકંપાથી પ્રજાપતિને સારું ઉત્પન્ન કરવાની ઈચ્છા થઈ તો તે પણ ઠીક નથી. અનુકમ્પા દુઃખનિમિત્તક થાય છે. અશરીરી આત્માઓને મુક્તાત્માની પેઠે દુઃખ છે નહિ, તો અનુકંપા કોની ? દુઃખીનું દુઃખ દેખીને જ અનુકંપા થાય. જ્યાં દુઃખી જ નથી, અર્થાત અનુકંપા કરવા યંગ્ય જીવ નથી ત્યાં પ્રજાપતિને અનુકંપા થવી ઘટતી જ નથી. કદાચ ભવિષ્યનાં દુઃખની અનુકંપા માને છે તે અનુકંપાથી આ સૃષ્ટિ સુખમય જ બનાવત. પણ તેમ તો છે નહિ. પ્રથમ જ કહ્યું છે કે આ સૃષ્ટિ “પ્રાથgar” -દુઃખમય છે. તે અનુકંપા પણ સૃષ્ટિનું કારણ નથી.
अथाशुमाद्विना सृष्टिः, स्थिति; नोपपद्यते । आत्माधीमाभ्युपाये हि, भवेतिक नाम दुष्करम् ।। तथा चापेक्षमाणस्थ, स्वातन्ध्यं प्रसिहन्यते । मगचामृनतस्तस्य, किं नामेष्टं न सिद्धयति ।
( ૦ ના ૯ ! –૧૪) અર્થ–કદાચ એમ કહે કે દુઃખ વિના સુખની સૃષ્ટિ કે સ્થિતિ ઘટતી નથી તે તે ઠીક નથી. જેને સર્વ ઉપાય આત્માધીન છે, તેને દુષ્કર કાર્ય શું છે? જે પ્રજાપતિને બીજાની જ અપેક્ષા રાખવી પડે છે તે તેનું સ્વતંત્રપણું ટકી શકતું નથી. કદાચ પ્રજાપતિ જગત ન સર્જે તે શું તેની ઈષ્ટસિદ્ધિ અટકી જાય છે?
प्रयोजनमनुद्दिश्य, न मन्दोपि प्रवर्तते । एवमेव प्रवृत्तिश्चञ्चैतन्येनास्य किं भवेत् ॥
( પાલી ૧૯)