________________
૨૧૪
સૃષ્ટિવાદ અને ઈશ્વર
આદમની આયુ. દેવે માણસને ઉત્પન્ન કીધું, તે દિવસે દેવની પ્રતિમા પ્રમાણે તેણે તેને બનાવ્યું; પુરુષ તથા સ્ત્રી તેણે તેઓને ઉત્પન્ન કર્યા, ને તેઓને આશીર્વાદ દીધે, ને તેઓની ઉત્પત્તિને દિવસે તેઓનું નામ આદમ પાડયું. અને આદમ એકસે ત્રીસ વરસનો થયો ત્યારે તેને પિતાની પ્રતિમા તથા સ્વરૂપ પ્રમાણે દીકરે થયો; ને તેણે તેનું નામ શેથ પાડયું. અને શેથને જન્મ થયા પછી આદમના દિવસ આઠમેં વરસ હતાં, ને તેને દીકરા દીકરીઓ થયાં. અને આદમના સર્વ દહાડા નવસે ત્રીસ વરસ હતાં; ને તે મરી ગયો.
(બા. ગુ. ઉત્પત્તિ. અ. ૫) (આદમના પાછળના વર્ણનથી જણાય છે કે....અને શેથના સર્વ દહાડા ૯૧ર વર્ષ હતાં અને તે મરી ગયે. તેના પુત્ર એનેશની ૯૦૫ વર્ષની આયુષ્ય હતી. તેના પુત્ર કેનાનની ૧૦ વર્ષની, તેના પુત્ર માહલાલએલની આયુષ્ય ૮૯૫ વર્ષની, તેના પુત્ર યારેદની ૯૬ર વર્ષની અને તેના પુત્ર હોખની આયુ ૯૬૯ વર્ષની થઈ હોખના પ્રથમ પુત્ર મયૂશેલાહની આયુ ૯૬૯ વર્ષની અને બીજા પુત્ર લામેખની આયુ ૭૭૭ વર્ષની થઈ. આ પ્રમાણે આદમની વંશાવલી બતાવવામાં આવેલ છે.
અને લામેખ ૧૮૨ વર્ષનો થયો ત્યારે તેને દીકરે થયો. અને તેણે તેનું નામ નુહ (એટલે વિસામો) પાવું...........પિતાના જમાનામાં નુહ ન્યાયી તથા સીધે માણસ હતો; ને નુહ દેવની સાથે ચાલતે. અને નૂહને શેમ તથા હામ તથા યાફેથ એ ત્રણ દીકરા થયા. પણ દેવની સમક્ષ પૃથ્વી દુષ્ટ થઈ ને પૃથ્વી જુલમથી ભરપુર થઈ હતી. અને દેવે પૃથ્વી પર જોયું, ને જુઓ, તે દુષ્ટ હતી, કેમકે સર્વ માણસે પૃથ્વી પર પોતાની ચાલ દુષ્ટ કીધી હતી.
અને દેવે નુહને કહ્યું કે મારી આગળ સર્વ જીવન અંત આવ્યો છે, કેમકે તેઓને લીધે પૃથ્વી જુલ્મ ભરેલી છે, ને જુઓ. હું તેઓને પૃથ્વી સુદ્ધાં સંહાર કરીશ. (બા.ગુ. ઉત્પત્તિ. અપ-૬)