________________
૨૨૨
સુષ્ટિવાદ અને ઈશ્વર
પ્રગટ કરાય.
1 યહોવાહની આમપ્રશંસા.
એ માટે કે તું જાણે કે, આખી પૃથ્વીમાં મારા જેવો કઈ નથી. કેમકે અત્યારસુધીમાં મેં મારે હાથ લંબાવીને તારા ઉપર તથા તારી પ્રજા ઉપર મરકીનો ભાર આપ્યો હોત, તે તું ભૂમિ ઉપરથી નષ્ટ થાત, પણ નિશે મેં તને એ માટે નિભાવી રાખે છે, કે હું તને મારું સામર્થ્ય દેખાડું, અને આખી પૃથ્વી ઉપર મારું નામ
|
(ગુ. બા. નિર્ગમન અ. ૯) કેમકે મેં તેનું હૃદય તથા તેના સેવકોનાં હદય હઠીલાં કીધાં છે, એ સારૂ કે હું આ મારાં ચિન્હો તેઓની મધ્યે દેખાડું; અને એ સારૂ કે જે કામો મેં મિસર ઉપર કીધાં છે, ને જે ચિન્હો મેં તેઓ મધ્યે કીધાં છે, તે તું તારા દીકરાને તથા તારા દીકરાના દીકરાને કહી સંભળાવે; કે તમે જાણે કે હું યહોવાહ છું.
(બા. ગુ. નિર્ગમન અ. ૧૦) યહોવાહ માટે પશુ પક્ષીઓનું બલિદાન.
અને યહોવાહે મુસાને બોલાવીને મુલાકાત મંડપમાંથી તેની સાથે ખેલતાં કહ્યું કે, ઈસ્રાએલ પુત્રોને એમ કહે કે, જ્યારે તમારામને કોઈ માણસ યહોવાહને અર્પણ ચઢાવે ત્યારે તે અર્પણ પશુમાંનું એટલે ઢેરમાંનું, તથા ઘેટાં બકરાંમાંનું, તમારે ચઢાવવું.. અને જે યહોવાહને સારૂ તેનું અર્પણ દહનીયાર્પણને માટે પક્ષીઓનું હોય, તે તે હલાઓનું કે કબુતરનાં બચ્ચાંનું અર્પણ ચઢાવે. અને યાજક તેને વેદી પાસે લાવીને તેની મુંડી મરડી નાંખે, ને વેદી પર તેનું દહન કરે; ને તેનું રક્ત વેદીની બાજુએ નિગળી જવા દે. અને તેને પોટ મેલ સુદ્ધાં કાઢી લઈને વેદીની પૂર્વ બાજુએ રાખ નાંખવાની જગ્યાએ ફેંકી દે. અને તેને પાંખો પાસે ચીરે, પણ બે ભાગ પાડી ન દે ને યાજક વેદી પરના અગ્નિ પરનાં લાકડાં પર તેનું દહન કરે, તે યહોવાહને સારૂ સુવાસિક દહનીયાર્પણ એટલે હોયજ્ઞ છે.
(બા. ગુ. લેવીય પુ. ૩ અ. ૧)