________________
વૈદિક સૃષ્ટિને ચેાથો પ્રકાર (પ્રજાપતિ)
૮૧
ક્યાંથી આવી? અથવા પાણીની નીચે એક પૃથ્વી હતી અને પાણી ઉપર બીજી પૃથ્વી બની કે શું? પાણીના ઉપર એટલા બેઝવાળી પૃથ્વી તરતી રહી ? કમલના પાંદડા ઉપર પૃથ્વી પથ્થર અને પહાડ શી રીતે રહી શકે ? શું એ વિજ્ઞાન વિરૂદ્ધ નથી ?
પ્રજાપતિની ચેતનસુષ્ટિ. प्रनापतिरकामयतात्मन्वन्मे जायेतेति । सोऽजुहोत् । तस्यात्मन्वदजायत । अग्निर्वायुरादित्यः। तेऽब्रुवन् प्रजापतिरिहौषीदात्मनवन्मे जायेतेति । तस्य वयमजनिष्महि । जायतां न आत्मन्वदिति तेऽजुहवुः। प्राणानामग्निः । तनुवै वायुः । चक्षुष आदित्यः। तेषां हुतादजायत गौरेव इति । तस्यैव पयसि व्यायच्छन्त । मम हुतादननि ममेति । ते प्रजापति પ્રશ્રમથન.........
( ચT૦ સૈs are ૨ા ૨ા ૨ા ૨) અર્થ–ગિરિ નગર આદિ ઉત્પન્ન કર્યા પછી પ્રજાપતિને ચેતનસૃષ્ટિ બનાવવાની ઈચ્છા થઈ. તેણે હોમ કર્યો. તેથી અગ્નિ વાયુ અને આદિત્ય રૂપ ચેતન સૃષ્ટિ બની. તે ત્રણેના મનમાં વિચાર થયો કે પ્રજાપતિએ હમથી અમને ઉત્પન્ન કર્યા તે અમે પણ હોમ કરી બીજાં ચેતન પ્રાણુઓ ઉત્પન્ન કરીએ. તેમણે પણ હોમ કર્યો. અગ્નિએ પ્રાણને ઉત્પન્ન કરવાનો સંકલ્પ કર્યો. વાયુએ શરીરને અને સૂર્ય આંખને સંકલ્પ કર્યો. ત્રણેના સંકલ્પપૂર્વક હોમથી ગાય ઉત્પન્ન થઈ. દૂધ માટે ત્રણેમાં કલહ પેદા થયો. દરેક કહેવા લાગ્યો કે મારા હેમથી ગાય ઉત્પન્ન થઈ માટે દૂધ મને મળવું જોઈએ. ત્રણે જણે પ્રજાપતિની પાસે જઈ પુછવા લાગ્યા કે ગાયનું દૂધ કોને મળવું જોઈએ ? પ્રજાપતિએ પુછયું કે તમારે સંકલ્પ શું શું હતો? અગ્નિએ કહ્યું કે પ્રાણ માટે મારા હોમ હતો. વાયુએ કહ્યું કે શરીર માટે મારે હોમસંકલ્પ હતે. સૂર્ય કહ્યું કે આંખ માટે ભારે હોમ હતું. પ્રજાપતિએ