________________
સૃષ્ટિવાદ અને ઈશ્વર
न्यत । तद्वस्तिमभिनत् । स समुद्रोऽभवत् । तस्मात्समुद्रस्य न पिबन्ति । प्रजननमिव हि मन्यन्ते।
( ચT૦ તૈ૦ ગ્રા. ૨ા ૨ા ૨) અર્થ–સૃષ્ટિ પહેલાં આ જગત કંઈ પણ ન હતું. ન સ્વર્ગ, ન પૃથ્વી, ન અંતરિક્ષ. કંઈ પણ ન હતું. તે અસતને સત રૂપ બનવાની ઈચ્છા થઈ. તેણે તપ કર્યું. તપ કરનારમાંથી ધૂમ ઉત્પન્ન થયો. ફરી તપ કર્યું. અગ્નિ ઉત્પન્ન થયો. ફરી તપ કર્યું, તેમાંથી
જ્યોતિ ઉત્પન્ન થઈ. ફરી તપ કર્યું. જવાલા ઉત્પન્ન થઈ ફરી તપ કર્યું. જવાલાને પ્રકાશ ફેલાયો. ફરી તપ કર્યું, તેમાંથી મ્હોટી વાલા ઉત્પન્ન થઈ. ફરી તપ કર્યું, તે ધૂમ વાલાદિક બધું વાદળની માફક ઘન સ્વરૂપ બની ગયું. તે પરમાત્માનું બસ્તિસ્થાન-મૂત્રાશય બન્યું. તેને ભેજું, તે તે સમુદ્ર બની ગયો. એટલા માટે સમુદ્રનું પાણું લોકે પીતા નથી કારણકે તેને જનનેંદ્રિય માફક માને છે.
तद्वा इदमापः सलिलमासीत् । सोरोदीत्प्रजापतिः । स कस्मा अज्ञि । यद्यस्या अप्रतिष्ठाया इति । यदप्स्ववापधत । सा पृथिव्यभवत् । यदव्यमृष्ट तदन्तरिक्षमभवत् । यदूर्षमुदमृष्ट । सा द्यौरभवत् । यदरोदीत्तदनयोरोदस्त्वम् ।
($૦ થg૦ તે ત્રા૨ારા) અર્થ—અથવા સૃષ્ટિ પહેલાં આ જગત પાણી રૂપ હતું. આ જોઈને પ્રજાપતિ રેયો. એમ માનીને કે એકલું પાણી ભર્યું છે તેમાં જગત શી રીતે પેદા કરીશ? બેસવાની કે ઉભા રહેવાની ક્યાંય જગા નથી. આના કરતાં હું જમ્યો ન હોત તે સારું હતું. દખથી રતાં રેતાં તેની આંખમાંથી આંસુ પાણી ઉપર પડયાં. તે આંસુ પાણી ઉપર જામી ગયાં તેની પૃથ્વી બની ગઈ. તેમાં ઉંચાં નીચાં સ્થાનને સાફ કર્યો તે તેનું અંતરિક્ષ બની ગયું. બે હાથ ઉંચા કરીને જે સ્થાનનું પ્રજાપતિએ પ્રમાર્જન કર્યું તેનું સ્વર્ગ બની ગયું.