________________
5.
સૃષ્ટિવાદ અને ઈશ્વર
यज्ञेन यज्ञमयजन्त देवास्तानि धर्माणि प्रथमान्यासन् । तेह नाकंमहिमानः सचन्त यत्र पूर्व साध्याः सन्ति देवाः॥
(૨૦ ૧૦ / ૨) અર્થ–દેવોએ માનસ યજ્ઞથી પુરૂષ યજ્ઞ યા પ્રજાપતિ યજ્ઞ કર્યો. તે યજ્ઞમાં જગનિર્માણ રૂપ મુખ્ય ધર્મ હતો. તે યજ્ઞના ઉપસકે વિરાષ્ટ્ર પ્રાપ્તિ રૂપ સ્વર્ગને પામે છે કે જ્યાં સાધ્ય દેવ સૃષ્ટિ સાધવાને યોગ્ય દેવો રહે છે. એ યજ્ઞનું બીજું ફલ છે.
સમાલોચના. પ્રથમની ચાર ઋચાઓ પુરૂષ અને જગતનું સ્વરૂપ બતાવતાં પરસ્પર વ્યાપ્ય વ્યાપકતા દર્શાવે છે. પહેલી ઋચામાં પુરૂષના હજાર મસ્તક અને હજાર આંખ તથા પગ દેખાડ્યા છે તેની ઘટના બરાબર થતી નથી કારણકે એક મસ્તક દીઠ બે આંખ અને બે પગ હોવા જોઈએ. એક મસ્તક દીઠ એક આંખ અને એક પગ હોય તે તે પુરૂષ કાણે અને લંગડો બની જાય. આ અસંગતિને પરિહાર કરવા તો ભાષ્યકારે ઠીક ખુલાસે કરી દીધો કે સહસ્ત્ર શબ્દ ઉપલક્ષણ માત્ર છે. તેને અર્થ સાયણે “અનંત’ કર્યો છે. રામાનુજે “અસંખ્ય અર્થ કર્યો છે. મંગલાચાર્ય અને મહીધરે બહુ’ અર્થ કર્યો છે. અર્થાત મસ્તક આંખ અને પગવાળા જગતમાં અસંખ્ય અગણિત=અનંત છે. તે બધા અવયવો આદિ પુરૂષના ગણાય માટે તે આ પુરૂષનું નામ વિરાટુ પુરૂષ કહેવાય છે કારણકે વિરા બ્રહ્માંડ તેનું શરીર છે, અને તે શરીરને અભિમાની તે શરીરમાં પ્રવેશ કરનાર વિરા પુરૂષ છે. બ્રહ્માંડ અને વિરાટુ પુરૂષ પરસ્પર વ્યાપ્ય વ્યાપક છે. બીજે આદિ પુરૂષ યા મુખ્ય પુરૂષ જગત વ્યાપક તે છે, પણ જગતથી બહાર પણ રહે છે. પહેલી ઋચા એમ કહે છે કે જગતથી દશ અંગુલ વ્હાર રહે છે, અર્થાત વિરાટું પુરૂષ યા બ્રહ્માંડથી આદિ પુરૂષ–પરમાત્મા દશ અંગુલ ચારે તરફ વ્હાર રહે છે. ત્રીજી ઋચામાં