________________
51121 :
ॐ ह्रीँ अर्हं नमः । ॐ ह्रीँ श्रीशंखेश्वरपार्श्वनाथाय नमः ।
ૐ નમઃ ।
શ્રી સીમંઘરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવન
ભાગ-૨
પૂર્વ ાળ સાથે સંબંધ :
પૂર્વ ઢાળમાં ગ્રંથકારશ્રીએ યુક્તિથી સ્થાપન કર્યુ કે માત્ર બાહ્ય અહિંસા ધર્મ છે તેમ કોઈ માને તે ઉચિત નથી પરંતુ જિનવચનાનુસાર સર્વ ઉચિત ક્રિયાઓ કરવાથી જે ભાવઅહિંસાની પ્રાપ્તિ થાય છે તે ધર્મ છે. હવે કોઈક ભગવાનના આગમરૂપ સૂત્રને આદરે છે પરંતુ સૂત્રના અર્થને કહેનાર નિર્યુક્તિ, ભાષ્યાદિને માનતા નથી અને પ્રતિમાનો લોપ કરે છે, તેઓની તે પ્રવૃત્તિ ઉચિત નથી, તે બતાવવા અર્થે કહે છે
ઢાળ
નવમી
(રાગ : ચૈત્રી પૂનમે અનુક્રમે - એ દેશી)
Jain Education International
કોઈક સૂત્ર જ આદરે, અર્થ ન માને સાર; જિનજી ! આપમતે અવલું કરે, ભૂલ્યા તેહ ગમાર; જિનજી! તુઝ વયણે મન રાખીયે. જિનજી ! ૧
For Personal & Private Use Only
www.jainelibrary.org