________________
૧૨
આ ગ્રંથનું સંશોધન ન્યાયવિશારદ ન્યાયાચાર્ય ઉ યશોવિજયજી ગણિવરે કરેલ છે. એટલું જ નહિં પણ તેમને જ્યાં જ્યાં વિશેષ ઉમેરવા જેવું લાગ્યું ત્યાં ત્યાં તેમણે ઉમેરો કર્યો છે અને આ ઉમેરાને મુદ્રિત પ્રતિમાં ( ) આ કૌસથી દર્શાવેલ છે - આ ગ્રંથની પ્રસ્તાવના લખતાં પ. પૂજ્ય આગમોદ્ધારક આચાર્યદેવશ્રી સાગરાનંદસૂરીશ્વરજી કહે છે કે, રાહુતાવધ મુદ્રિતા જે પ્રચા તમEIRાર્યવાહચમચ સંસ્થામાં પરં તેવું સર્વેy પ્રોડયમેવ મૂર્ધામિવિર ‘આજ સુધી આ સંસ્થાના કાર્યવાહકોએ અને બીજી સંસ્થાઓએ સાધુ અને શ્રાવકધર્મને પ્રતિપાદન કરનારા ગ્રંથ બહાર પડ્યા છે તેમાં આ ગ્રંથ શિરોમણિરૂપ છે.
આ ગ્રંથનું ભાષાંતર અનેક ગ્રંથોના સાક્ષી પાઠાપૂર્વક પૂજ્યપાદુ, શ્રી સિદ્ધિસૂરિ મહારાજા (બાપજી મ) ના શિષ્ય પૂજ્યપા આચાર્ય ભગવંત શ્રી ભદ્રંકરસૂરીશ્વરજી મહારાજે કરીને સંઘ ઉપર જબ્બર ઉપકાર કરેલ છે.
ઉપદેશપ્રાસાદ -આ ઉપદેશપ્રાસાદ ગ્રંથના કર્તા આચાર્યવિજયેલથબીસૂરિજી છે, તે તપાગચ્છની દેવસુર અને અણસુર શાખા પૈકી અણસુર શાખામાં થયેલા છે. વિજયાનંદસૂરિ, વિજયરાજસૂરિ, વિજયમાનસૂરિ, વિજયઋદ્ધિસૂરિ, વિજયસૌભાગ્યસૂરિ અને તેના વિજયલક્ષ્મીસૂરિ થયા છે.
આ આચાર્ય વિજયલક્ષ્મી સૂરિએ અતિસુગમ અને સર્વને ઉપયોગી થાય તેવો ઉપદેશપ્રાસાદ ગ્રંથ બનાવ્યો છે. આ ગ્રન્થમાં તેમણે ૩૬૦ દિવસના ત્રણસો સાંઈઠ વ્યાખ્યાનો આપ્યાં છે. આ ગ્રંથને ૨૪ સ્થંભ અને પાંચ ભાગમાં વહેંચવામાં આવ્યો છે. વ્યાખ્યાન ૧ થી ૬૧ સુધી સમ્યકત્વનું સ્વરૂપ અને તેના ૬૭ ભેદોનું સ્વરૂપ વિવિધ દષ્ટાંત અને યુક્તિઓ દ્વારા બતાવ્યું છે.
વ્યાખ્યાન ૬૨ થી ૧૬૫ સુધી બારવ્રતનું સ્વરુપ અતિચાર અને તેને અંગેના વિવિધ વિષયોનું સ્પષ્ટીકરણ તથા તે તે વ્રત ઉપર ભિન્ન ભિન્ન કથાઓ આપી રોચક બનાવેલ છે.
આ પછી વ્યાખ્યાન ૧૬૫ થી ૧૯૫ સુધી, ભોજનવિધિ, સ્નાનવિધિ, પૂજાવિધિ, દાનની વિધિ, યાત્રાવિધિ અને દેવદ્રવ્ય સંબંધી વિચાર દર્શાવ્યો છે. આ પછી બાકીના વ્યાખ્યાનોમાં પણ જ્ઞાન, દર્શન, તપ અને વીર્યાચાર સંબંધીનું વિસ્તૃત વિવેચન કથાઓ સાથે આપવામાં આવેલ છે.
ટુંકમાં ઉપદેશપ્રાસાદ સમગ્ર શ્રાવક ધર્મના પ્રતિપાદન રૂપ જ છે, આ ગ્રંથને વિવિધ દષ્ટાંતો આપી ખુબ રોચક બનાવેલ હોવાથી આજે પણ મુનિપુંગવો સવિશેષે વ્યાખ્યાનાદિમાં વાંચે છે.
આ ઉપરાંત પણ તત્ત્વાર્થ, ઉપદેશ રત્નાકર, સમ્યકત્વ સપ્તતિ, ધનપાળ કવિકૃત શ્રાવક આચાર સ્તોત્રવિગેરે ઘણા ગ્રંથોમાં શ્રાવકધર્મનો અધિકાર આવે છે તેમજ વાસુપૂજ્ય ચરિત્ર, શાંતિનાથચરિત્ર, પાર્શ્વનાથચરિત્ર, સુપાર્શ્વનાથ ચરિત્ર વિગેરે લગભગ બધાં સ્વતંત્ર તીર્થકરના ચરિત્રમાં પૂર્વભવના અધિકારમાં સમ્યકત્વ તથા બારવ્રતોનું સ્વરૂપ કથાસહિત બતાવવામાં આવે છે.
તેમજ આગમ ગ્રંથોમાં ઉપાસકદશાંગ, આવશ્યકસૂત્ર, સમવાયાંગ, જ્ઞાતાધર્મ, સૂયગડાંગ અને ભગવતીસૂત્રમાં શ્રાવકધર્મનો અધિકાર આવે છે. આ સિવાય પણ છૂટક છૂટક અનેક ઠેકાણે આગમોમાં શ્રાવકધર્મનો અધિકાર આવે છે. તે વાત શ્રાદ્ધવિધિકારે ટીકામાં આપેલ ગ્રંથની સાક્ષી ઉપરથી સ્પષ્ટ થાય છે. આ વિગત સુશ્રાવક પંડિત મફતભાઈ એ પ્રકાશિત કરેલ શ્રાદ્ધવિધિ ભાષાંતરમાંથી સાભાર લીધેલ છે.
*