Book Title: Shraddhvidhi Prakaran
Author(s): Vajrasenvijay Gani
Publisher: Bhadrankar Prakashan

View full book text
Previous | Next

Page 10
________________ કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્યે રચ્યું છે આમાં ૨૪ તીર્થકર, ૧૨ ચક્રવર્તી, બળદેવ, વાસુદેવ અને ૯ પ્રતિવાસુદેવના જીવન ચરિત્રો પૂર્વભવોના વર્ણન સાથે આપવામાં આવ્યાં છે. ચોવીશ તીર્થકરોના જીવન ચરિત્રમાં જ્યારે તીર્થકર ભગવાનને કેવળજ્ઞાન થાય ત્યારે દેવો સમવસરણ રચે છે. પર્ષદા બેસે છે અને ભગવાન નમો તિત્ય કહી સિંહાસન ઉપર બીરાજે છે. ત્યારે સૌ પ્રથમ ઈન્દ્ર મહારાજા ઉભા થઈ ભગવાનની સ્તુતિ કરે છે અને દેશના આપવાની વિજ્ઞપ્તિ કરે છે અને ત્યારબાદ તીર્થકર ભગવાન દેશના આરંભે છે. ' દેશનામાં જ્ઞાન, દર્શન અને ચારિત્રનું સ્વરૂપ છે તો કોઈમાં બાર ભાવનાનું સ્વરૂપ બતાવ્યું છે. પર્વ છઠ્ઠાના સર્ગ સાતમા માં મુનિસુવ્રતસ્વામિની દેશનામાં મ્યકત્વ મૂળ બાર વ્રત અને ન્યાય સંપન્ન વૈભવ વિગેરેનું વર્ણન આપેલ છે. ધર્મવિધિ પ્રકરણ -આ ધર્મવિધિ પ્રકરણ ગ્રંથ શ્રી પ્રભસૂરિજીનો રચેલ છે. આ. શ્રીપ્રભસૂરિજી અપભ્રંશ ભાષામાં લખાયેલ કુમારપાળ પ્રતિબોધ કાવ્યના રચનાર પૂજ્ય સોમપ્રભસૂરિજીના શિષ્ય છે. આના ટીકાકાર આચાર્ય ઉદયસિંહસૂરિ છે. તેમણે આ ગ્રન્થ વિ. સં. ૧૨૬૮ ચંદ્રાવતીમાં લખ્યો છે. આ ગ્રન્થમાં શરૂઆતમાં દાન-શિયળ-તપ અને ભાવનું સ્વરૂપ ભેદ અને દષ્ટાંત સમજાવ્યા બાદ ધર્મને યોગ્ય કોણ તે જણાવી ધર્મના સાધુ અને શ્રાવક બે ભેદ છે તે બતાવ્યા છે, ત્યારપછી ગાથા ૪૨ થી ૫૦ સમક્તિમૂળ બારવ્રતનું સ્વરૂપ બતાવ્યું છે. ઉપદેશ સપ્તતિકા - આ ગ્રન્થ વિ. સં. ૧૫૪૭ પૂજ્ય સુધર્મગરિએ રચ્યો છે. તેમાં સો ઉપરાંત કથાઓ છે. આ ગ્રન્થમાં ગાથા ૪૨ થી બારવ્રતની શરુઆત કરી છે. જો કે આ ગ્રન્થમાં બધીજ વસ્તુ શ્રાવકધર્મને યોગ્ય હોય તેજ પ્રતિપાદન કરવામાં આવી છે. ધર્મના મનોરથો કરવા, નિયાણું ન કરવું. આઠ મદનો ત્યાગ કરવો વગેરે વગેરે જણાવ્યું છે. શ્રાદ્ધગુણવિવરણ:- આ શ્રાદ્ધગુણવિવરણના કર્તા શ્રી જિનમંડન ગણિછે. આ જિનમંડનગણિ આચાર્ય શ્રી રત્નશેખરસૂરિ જે સંપ્રદાયમાં થયા છે. તે સંપ્રદાયના આગેવાન શ્રી દેવસુંદરસૂરિજી ના શિષ્ય સોમસુંદરસૂરિના શિષ્ય છે. શ્રી જિનમંડન ગણિએ આ ગ્રંથ વિ.સં. ૧૪૯૮માં અણહિલપુર પાટણમાં બનાવ્યો હતો. આ ગ્રંથમાં તેમણે યોગશાસ્ત્રના પ્રથમ પ્રકાશમાં न्यायसंपन्नविभव: शिष्टाचारप्रशंसकः । कुलशीलसमैः सार्धं कृतोद्धाहोऽन्यगोत्रजैः ॥ ૪૭ થી પ૬ સુધીના શ્લોકોમાં દર્શાવેલ શ્રાવકના સામાન્ય ધર્મરૂપ ન્યાયસંપન્ન વિભવ વિગેરે ૩૫ ગુણોનું સવિસ્તર વર્ણન કરેલ છે. અને એકેક ગુણ ઉપર કથા આપી સર્વ ગુણોની સુંદર સમજ આપેલી છે. આચાર્યશ્રી જિનમંડનગરિએ યોગશાસ્ત્ર, પડાવશ્યક, ઉપદેશમાળા અને નવતત્ત્વ વગેરે ઉપર ટબા વિગેરેની રચના કરેલી છે. શ્રાદ્ધ પ્રતિકમણ સૂત્ર વૃત્તિ - આ ગ્રંથ શ્રાદ્ધવિધિકાર પૂ. રત્નશેખરસૂરિ મહારાજે વિ. સં. ૧૪૯૬માં રચેલ છે. અને આનું સંશોધન મુનિશ્રી લક્ષ્મીભદ્ર કર્યું છે.

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 394