Book Title: Shraddhvidhi Prakaran
Author(s): Vajrasenvijay Gani
Publisher: Bhadrankar Prakashan

View full book text
Previous | Next

Page 8
________________ અન્યગ્રંથોમાં શ્રાવકધર્મ અધિકાર...!! શ્રાવકપ્રાપ્તિ :-આ ગ્રંથ પૂજ્યશ્રી ઉમાસ્વાતિવાચકજીનો બનાવેલ છે. તેમણે તત્વાર્થ, પ્રશમરતિપ્રકરણ વિગેરે અનેક ગ્રંથો બનાવેલ છે. તેઓ પૂર્વધર પુરુષોની ગણતરીમાં ગણાય છે. તેઓ શ્રમણ ભગવાન મહાવીર પછી ૩૫૦ વર્ષે થયેલા છે. આ ગ્રંથ કુલ ૪૦૫ શ્લોક પ્રમાણ છે. શરૂઆતના ૧૦૫ શ્લોકમાં સમ્યક્ત્વનું સ્વરૂપ અને તેને અનુસરી નવતત્ત્વનું સ્વરૂપ અને કર્મના ભેદ બતાવ્યાછે. ૧૦૬ થી ૨૫૯ શ્લોક સુધી અનેક દલીલો પૂર્વક પ્રથમ વ્રતનું સ્વરુપ બતાવ્યું છે. ૨૬૦ થી ૩૪૦ સુધીમાં બીજા વ્રતથી માંડીને બારે વ્રતનું સ્વરુપ બતાવ્યું છે. આ પછી ૩૪૧ મા શ્લોકથી ૪૦૩ શ્લોક સુધી શ્રાવકની સમાચારી બતાવેલ છે. આ ગ્રંથ શ્રાવક ધર્મને પ્રતિપાદન કરનારા ગ્રંથો પૈકી અતિ પ્રાચીન ગ્રંથ છે. પંચાશક ઃ આ ગ્રન્થના રચયિતા પૂજ્ય શ્રી હરિભદ્રસૂરિ છે. તે વિ. સં. ૧૦૫૫ માં થયેલા છે. આ ગ્રન્થ ઉપર ટીકા આચાર્ય શ્રી અભયદેવસૂરિએ રચેલ છે. આ પંચાશકના પ્રથમ પંચાશકમાં શ્રાવકધર્મનો અધિકાર આપવામાં આવ્યો છે. આમાં તેમણે સમ્યક્ત્વ, બારવ્રત અને શ્રાવકકરણી એમ ત્રણ વસ્તુ પ્રતિપાદન કરેલછે. આ ગ્રંથની ટીકામાં એકેક વસ્તુ ખુબ યુક્તિપુરઃસ્સર સ્થાપવામાં આવી છે. આ ગ્રન્થનો ભાવાનુવાદ પૂજ્ય આચાર્ય શ્રી રાજશેખરસૂરિ મહારાજે કરેલ છે, જે ખૂબ જ ઉપયોગી છે. ધર્મબિન્દુ ઃ- આ ગ્રંથના રચયિતા પણ શ્રી હરિભદ્રસૂરિજી છે. આના ઉપર મુનિચંદ્રસૂરિએ વિસ્તૃત ટીકા રચેલી છે. આ ગ્રંથ સૂત્રાત્મક છે અને તેના આઠ અધ્યાય પાડવામાં આવ્યા છે. પહેલા અધ્યાયમાં શ્રાવકના સામાન્ય ધર્મ-ન્યાયોપાર્જિત ધન મેળવવું વિગેરે માર્ગાનુસારીના ગુણોનું વર્ણન આપેલ છે. બીજા અધ્યાયમાં દેશનાની વિધિ અને પાંચ આચારનું સ્વરૂપ બતાવેલું છે. ત્રીજો અધ્યાય શ્રાવકના વિશેષ ધર્મ, સમ્યક્ત્વ મૂળબારવ્રતના સ્વરૂપમય છે. આમાં સમ્યક્ત્વનું તથા બારવ્રતનું સ્વરૂપ અને શ્રાવકની કરણી બતાવેલ છે. આ પછીના બીજા અધ્યાયો સાધુ ધર્મને પ્રતિપાદન કરનાર છે. આ ગ્રંથનું ભાષાંતર-ભાવાર્થ સહિત મણીલાલ નથુભાઈએ કરેલું તેનું સંપાદન થોડા સમય પહેલાજ પંન્યાસ પ્રવર શ્રી વજ્રસેનવિજયજીએ કર્યું છે. શ્રાવકધર્મવિધિ । :- આ ગ્રંથના મૂળકર્તા શ્રી હરિભદ્રસૂરિજી મહારાજ છે. અને ટીકાકાર પૂજ્ય માનવદેવસૂરિ છે. આ ગ્રંથ ૧૨૦ ગાથા પ્રમાણ છે. આમાં શ્રાવકની યોગ્યતા અને સમ્યક્ત્વ મૂળબારવ્રત અને તેના અતિચારોનું વર્ણન આપેલ છે. અને તેને અનુલક્ષી બીજું પણ વિવેચન કરેલ છે. ગાથા ૧૧૧ થી ૧૨૦માં શ્રાવકનું દિનનૃત્ય અને રાત્રિકૃત્ય આપેલ છે.

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 394