Book Title: Shraddhvidhi Prakaran
Author(s): Vajrasenvijay Gani
Publisher: Bhadrankar Prakashan

View full book text
Previous | Next

Page 7
________________ ૭ ૧. દિનકૃત્ય, ૨. રાત્રિકૃત્ય, ૩. પર્વકૃત્ય, ૪. ચાતુર્માસિકકૃત્ય, ૫. વાર્ષિકકૃત્ય, અને ૬. જન્મકૃત્ય એમ છ વિભાગ પાડી શ્રાવકને કરવા યોગ્ય ધર્મ આરાધનાઓ અને તેને લગતા વિધિ-વિધાનોનો સમાવેશ કરવામાં આવ્યો છે. અનેક રીતે ઉપયોગી આ ગ્રંથનું ભાષાંતર સૌ પ્રથમ સં. ૧૯૫૫, સન. ૧૮૯૯માં પંડિત શ્રી દામોદર ગોવિંદાચાર્ય પાસે શ્રી જૈન વિદ્યાશાળા તરફથી કરાવવામાં આવેલ. ૨.ચીમનલાલ સાકળચંદ મારફતીયા. ૩. ભગુભાઈ ફતેચંદ કારભારી (જૈન પત્રની કચેરી) ૪. સં. ૨૦૦૫માં ચંદુલાલ જમનાદાસ શાહે પૂજ્ય મુનિરાજ શ્રી વિક્રમવિજયજી મહારાજ તથા પૂજ્ય મુનિરાજ શ્રી ભાસ્કરવિજયજી મહારાજ દ્વારા યોગ્ય સુધારા-વધારા કરાવીને બહાર પાડી તથા... ૫. સં. ૨૦૦૫માં પંડિતશ્રી મફતલાલ ઝવેરચંદે સ્વતંત્ર ભાષાંતર કરીને તેમાં કથાનકો તથા વિશેષ ટિપ્પણો ઉમેરીને બહાર પાડેલી જેનો અમે આ ગ્રંથમાં પણ ઉપયોગ કર્યો છે. ૬. શ્રી શાંતિચંદ્રસૂરિ જૈન જ્ઞાનમંદિર-પૂજ્ય આચાર્યદેવ શ્રી સોમચંદ્રસૂરીશ્વરજી મહારાજાએ બે આવૃત્તિ પ્રગટ કરી, જેની છેલ્લી આવૃત્તિ ૨૦૪૯માં પ્રગટ થઈ. આ રીતે આ ગ્રંથ કેટલો ઉપયોગીછે તે આવી આવૃત્તિઓ ઉપરથી જાણી શકાયછે. આ ગ્રંથનું વાંચન જો એકદમ ઉપયોગપૂર્વક કરવામાં આવે તો શ્રાવકનું જીવન નવું બની જાય. સંપૂર્ણ પૂજ્યભાવે મારી સાથે રહીને દરેક કાર્યમાં ઉત્સાહપૂર્વક સહાય કરનાર આ ગ્રંથના સંપાદન-સંકલન કાર્યમાં સંપૂર્ણ રીતે સહાયક, સેવાભાવી એવા મારા લઘુગુરુ ભ્રાતા મુનિ શ્રી હેમપ્રભવિજય મહારાજના સહકારથી આ કાર્ય સરલ બન્યું છે. પંન્યાસ વજસેનવિજય સં. ૨૦૫૦. આસોવદ-૧૦-દશેરા શાંતિભુવન. જામનગર નવી આવૃત્તિ પ્રસંગે... ટુંક સમયમાં આવૃત્તિ પુરી થઈ જતાં તરત નવી આવૃતિ પ્રકાશિત કરીને શ્રુતભક્તિ કરવાનો અવસર મળ્યો છે. પ્રાંતે આ ગ્રંથના વાંચન-ચિંતન-મનન દ્વારા સૌ પરમતત્ત્વને પામીને પરમપદને પામનારા બનીએ. હાલારતીર્થ - આરાધના ધામ મુ વડાલીયાસિંહણ સં. ૨૦૫૪ ફાગણ સુદ-૪

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 394