Book Title: Shraddhvidhi Prakaran
Author(s): Vajrasenvijay Gani
Publisher: Bhadrankar Prakashan

View full book text
Previous | Next

Page 9
________________ ઉપદેશપદ -આ ગ્રંથના કર્તા પૂજ્ય હરિભદ્રસૂરિ છે. અને ટીકાકાર પૂજ્ય મુનિચંદ્રસૂરિજી છે. શ્રી હરિભદ્રસૂરિજીએ ૧૪૪૪ ગ્રંથો બનાવ્યાનું સંભળાય છે. અત્યારે પણ તેમના ૨૭ ગ્રંથો લગભગ ઉપલબ્ધ છે. આ ઉપદેશપદમાં પણ બીજા ઉપદેશની સાથે માર્ગાનુસારીના બોલ સમ્યકત્વનું સ્વરૂપ, બારવ્રતનું સ્વરૂપ વિગેરે બતાવ્યું છે. ગાથા-પ૪૯ છે. ધર્મરત્ન પ્રકરણ - આ ગ્રંથના રચયિતા પૂજ્ય શાંતિસૂરિમહારાજ છે. આ ગ્રંથ ઉપર ૯૭૦૦ શ્લોક પ્રમાણ ટીકા છે. અને તેના રચયિતા શ્રી વિજયદેવેન્દ્રરિ મહારાજ છે. આચાર્યદેવેન્દ્રસૂરિનો સમય વિ. સં. ૧૨૭૦ શ્રી ૧૩૨૭ સુધીનો છે. આચાર્ય શ્રી વિજયદેવેન્દ્રસૂરિએ પાંચ કર્મગ્રંથ સટીક, શ્રાદ્ધદિન કૃત્ય સટીક, ત્રણ ભાષ્ય, પાક્ષિક પ્રતિક્રમણ સૂત્રવૃતિ વિગેરે અનેક ગ્રંથો બનાવ્યા છે. આ ધર્મરનપ્રકરણના પ્રથમ ભાગ અને દ્વિતીય ભાગમાં શ્રાવકધર્મનું નિરૂપણ કરવામાં આવ્યું છે. અને ત્રીજા ભાગમાં ભાવસાધુનો અધિકાર હોવાથી તેમાં સાધુ ધર્મનું નિરૂપણ કરવામાં આવ્યું છે. પ્રથમ ભાગમાં ધર્મની વ્યાખ્યા બાદ ધર્મને યોગ્ય કોણ તે જણાવતાં સૌ પ્રથમ ધર્મરત્નને યોગ્ય ૨૧ ગુણોનું વર્ણન જણાવ્યું છે. આ ૨૧ ગુણોનું વિસ્તૃત વિવેચન કથા સહિત પ્રથમ ભાગમાં આપવામાં આવ્યું છે. આ પ્રથમ ભાગમાં એકેક ગુણ ઉપર એકેક કથા અને ગુણોનું સ્પષ્ટીકરણ બતાવેલ છે. આ ધર્મરત્ન પ્રકરણના બીજા ભાગમાં ભાવશ્રાવકના કૃતવ્રતકર્મા, શીલવાન, ગુણવાન, ઋાવ્યવહારી, ગુરુસેવાકારી અને પ્રવચન કુશળરૂપ છ લિંગોને તેના પેટા ભેદો સહિત સમજાવવામાં આવેલ છે, અને એકેક ભેદ ઉપર વિશિષ્ટ વિવેચનો સાથે કથાઓ આપવામાં આવી છે. ભાવશ્રાવકના છ લિંગ બાદ ભાવશ્રાવકના ગુણોમાં (૧) સ્ત્રીને વશ ન થવું, (૨) ઇન્દ્રિયોને રોકવી વિગેરે સત્તર લક્ષણોનું વિવેચન કરેલ છે. શ્રાદ્ધદિન કૃત્ય - આ ગ્રંથ આચાર્ય દેવેન્દ્રસૂરિ મહારાજે ધર્મરત્ન પ્રકરણ ગ્રંથ વિશાલકાય બનાવ્યા પછી કેવળ શ્રાવકને જ ઊપયોગી આ ગ્રંથ વૃત્તિક બનાવ્યો છે. આ ગ્રંથનું નામ શ્રાદ્ધદિનકૃત્ય રાખી અઠ્ઠાવીશ દ્વારોનું વર્ણન કરેલ છે. આ અઠ્ઠાવીશ દ્વારોમાં પર્વકૃત્ય, ચાતુર્માસિકકૃત્ય, વર્ષકૃત્ય અને જન્મકૃત્ય શ્રાદ્ધવિધિમાં જણાવ્યાં છે તે સર્વ સમાતાં હોવા છતાં દિનકૃત્ય મૂખ્ય હોવાથી શ્રાદ્ધદિનકૃત્ય રાખેલ છે. . યોગશાસ્ત્ર -આ યોગશાસ્ત્રના કર્તા કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રસૂરિ મહારાજ છે. તેમણે તેમના • જીવન દરમ્યાન સિદ્ધહેમ વિગેરે અનેક ગ્રંથો લખ્યા છે તે પૈકી આ ગ્રન્થ છે. આ ગ્રંથમાં બાર પ્રકાશ છે. તેમાં શરૂઆતના ત્રણ પ્રકાશમાં શ્રાવકનો સામાન્ય ધર્મ ન્યાય સંપન્ન વિભવ વગેરે અને વિશેષ ધર્મ બારવ્રત વગેરે આપ્યા છે. ત્રીજા પ્રકાશના શ્લોક ૧૨૧-૧૫૪. बाह्म मुहूर्ते उत्तिष्ठेत् परमेष्ठिस्तुतिं पठन् । किं धर्मा किं कुलश्चाऽस्मि किंव्रतोऽस्मिति च स्मरन् ॥१२१ थी १५४॥ આ શ્લોકો શ્રાદ્ધવિધિના શ્લોકો સાથે લગભગ મળતા આવે છે. આ યોગશાસ્ત્રનું પરમાર્હત્ કુમારપાળ રાજા રોજ સ્મરણ કરતા હતા. રિષષ્ટિ શલાકા પુરુષ ચરિત્ર - આ ત્રિષષ્ટિ શલાકા પુરુષ ચરિત્ર ૩૬000 શ્લોક પ્રમાણ

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 394