________________
૧૧
પૂ. આ. રત્નશેખરસૂરિએ રચેલા શ્રાદ્ધપ્રતિક્રમણ સૂત્રવૃત્તિ, શ્રાદ્ધવિધિ અને આચારપ્રદીપમાં આ ગ્રંથ સૌ પ્રથમ લખાયેલ છે. કારણ કે, શ્રાદ્ધપ્રતિક્રમણસૂત્ર, વિ. સં. ૧૪૯૬માં, શ્રાદ્ધવિધિ વિ.સં. ૧૫૦૬માં અને આચારપ્રદીપ વિ.સં. ૧૫૧૬માં રચ્યો છે.
આ શ્રાદ્ધપ્રતિક્રમણ સૂત્રવૃત્તિમાં વંદિત્તાની પચાસ ગાથાઓની ટીકા છે ગ્રંથકારે વૃત્તિમાં શ્રાવકોના વિશેષ ધર્મરૂપ સમ્યક્ત્વ મૂલબાર વ્રતોનું અતિવિશદ્ સ્પષ્ટીકરણ અને તેની સાથે શ્રાવકને ઉપયોગી અનેક વિષયોને પ્રતિપાદન કરેલ છે. તેમજ દરેક વિષય સૌ કોઈ સહેલાઈથી સમજી શકે તે માટે દરેક વ્રત ઉપર એકેક કથા આપી તેનું સ્પષ્ટીકરણ કરેલ છે.
આચારોપદેશ :- આ ગ્રંથના કર્તા આચાર્યશ્રી રત્નસિંહસૂરિજીના શિષ્ય શ્રી ચારિત્રગણિ છે. આ ચારિત્રગણિ, વિક્રમ સંવત ૧૫૧૦માં થયેલા છે. તે વાત પૂજ્ય રત્નસિંહસૂરિની પ્રશસ્તિથી સમજાય છે.
ચારિત્રગણિએ આ ગ્રંથનેછ વર્ગમાં બનાવ્યોછે, પહેલા વર્ગમાં ૬૨ શ્લોક આપ્યાછે, આ ૬૨ શ્લોકોમાં પ્રથમ પ્રહરની શ્રાવકકરણી આપવામાં આવી છે. બીજા વર્ગમાં ૬૪ શ્લોક આપવામાં આવ્યા છે, એમાં બીજા પ્રહરની શ્રાવકનીક૨ણી આપવામાં આવી છે. ત્રીજા વર્ગમાં ૫૪ શ્લોકો આપેલા છે. આમાં બાકીના બે પ્રહરની કરણી તથા શ્રાવકના ૨૧ ગુણ અને ન્યાયસંપન્નવિભવ વિગેરેનું વર્ણન આપેલ છે ચોથા વર્ગમાં ૨૮ શ્લોકોમાં રાત્રિનૃત્યનું વર્ણન આપેલ છે અને પાંચમાં વર્ગના ૩૪ શ્લોકોમાં પર્વકૃત્ય જણાવેલ છે. છઠ્ઠા વર્ગના ૨૩ શ્લોકમાં શ્રાવકનું સદાકાળનું કર્તવ્ય જણાવી ગ્રંથ પૂર્ણ કરેલ છે.
આ આચારોપદેશ ગ્રંથના શ્રાદ્ધવિધિની જેમ છએ દ્વાર સંક્ષેપમાં આપવામાં આવ્યા છે. ધર્મસંગ્રહ :- આ ૧૪૬૦૦ શ્લોક પ્રમાણ ધર્મસંગ્રહ ગ્રંથ વિ. સં. ૧૭૩૧ વૈ. શુ. ૩ના દિવસે રાજનગરીમાં ઉ. માનવિજયજી ગણિવરે લખ્યો છે અને તે ગ્રંથનું સંશોધન મહામહોપાધ્યાય ન્યાય વિશારદ યશોવિજય ઉપાધ્યાય ગણિવરે કરેલ છે.
આ ધર્મસંગ્રહ બે ભાગમાં અને ત્રણ અધિકારમાં વહેંચાયેલ છે. પહેલા ભાગમાં ગ્રન્થકારે શ્રાવકધર્મને વિસ્તૃત વ્યાખ્યા આપી શ્રાવકધર્મના સામાન્ય ધર્મ અને વિશેષધર્મ એમ બે ભેદ પાડ્યા છે. પ્રથમ અધિકારમાં સૌ પ્રથમ ધર્મની વ્યાખ્યા બાદ સામાન્ય-ધર્મમાં (૧) ન્યાયસંપન્ન વૈભવ મેળવવો (૨) સરખા કુલાચારવાળા પરંતુ અન્યગોત્રીય સાથે વિવાહ કરવો વિગેરે સામાન્ય ગૃહધર્મ બતાવ્યો છે અને ત્યારબાદ નિશ્ચય અને વ્યવહારથી ધર્મનું સ્વરુપ તથા આદિધાર્મિક, યોગદૃષ્ટિઓ, દેશનાની વિધિ અને શ્રાવકધર્મની યોગ્યતા અયોગ્યતાનો વિચાર દર્શાવી પ્રથમ અધિકાર પૂર્ણ કર્યો છે.
બીજો અધિકાર સમ્યક્ત્વ, બારવ્રતનું વિસ્તૃત સ્વરુપ, તેના અતિચારો, ૩૬૩ પાખંડિના ભેદો, કર્માદાન, સાતક્ષેત્ર, શ્રાવકદિનચર્યા, આશાતના, વ્યવહારશુદ્ધિ, દિનકૃત્ય, રાત્રિકૃત્ય, પર્વકૃત્ય, ચાતુર્માસિકકૃત્ય, વાર્ષિકકૃત્ય અને જન્મકૃત્ય જણાવી પૂર્ણ કર્યો છે.
આ બે અધિકારમાં શ્રાવકને યોગ્ય સર્વ વિચાર અનેક શાસ્ત્રપાઠો વિવિધ દલીલો, રહસ્યો અને સુંદર નિચોડપૂર્વક દર્શાવ્યો છે, શ્રાવક અને સાધુધર્મને પ્રતિપાદન કરનારા અધાધિ પૂર્વાચાર્યોને હાથે તૈયાર થયેલ સકલ ગ્રંથોમાં આ ગ્રંથ શિરોમણિછે. કેમકે તેમાં પૂર્વાચાર્યોના સર્વગ્રંથોનું અવગાહન, સ્વાનુભવ અને ચિંતનનો ઉપયોગ કરવામાં આવ્યોછે. આ ગ્રંથમાં ૧૦૩ ગ્રંથની સાક્ષિઓ અને ૨૬ ગ્રંથકારોનો ઉપયોગ કરવામાં આવ્યો છે.