Book Title: Shraddha Pratikramana Sutra Prabodh Tika 1 Author(s): Bhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi Publisher: Jain Sahitya Vikas Mandal View full book textPage 5
________________ આ ગ્રંથ શીધ્રાતિશીધ્ર પ્રકાશિત કરવા માટે આગ્રહભરી વિનંતી કરી હતી અને સાથે જણાવ્યું કે જો આ ગ્રંથોનું પુનઃ મુદ્રણ કરવું હોય તો યથાશકર્યો સહયોગ આપશે. આ પ્રસ્તાવથી અમારા મનમાં આનંદ વ્યાપી ગયો તથા કાર્યનો પ્રારંભ કરવાનો ઉત્સાહ જન્મ્યો. અમે પ્રકાશન સંબંધી તમામ કાર્ય તેઓશ્રીને સોંપ્યું. તેમણે ખૂબ જ ઉત્સાહપૂર્વક સ્વીકાર કરી સુંદર રીતે પ્રકાશન-કાર્ય પાર પાડી આપ્યું છે તે બદલ અમે તેમના ખૂબ જ આભારી છીએ. આ સમગ્ર કાર્યમાં અમને મદદરૂપ થનાર તમામનો ખાસ આભાર માનીએ છીએ. તેમજ કૉપ્યુટરમાં એન્ટ્રી તથા સેટીંગ આદિનું કાર્ય કરનાર શ્રી અખિલેશ મિશ્ર, શ્રી હરીશભાઈ ચૌહાણ, શ્રી વિક્રમભાઈ, શ્રી ચિરાગભાઈ, શ્રી પ્રણવભાઈ, શ્રી અનિલભાઈ આદિનો ખૂબ જ આભાર માનીએ છીએ તથા પ્રફ સંશોધનનું અત્યંત ઝીણવટભર્યું કામ ખૂબ જ ચિવટપૂર્વક કરી આપવા બદલ શ્રી નારણભાઈ પટેલનો ખાસ આભાર માનીએ છીએ. આ ગ્રંથના પ્રકાશનમાં શારદાબેન ચિમનભાઈ ઍજ્યુકેશનલ રિસર્ચ સેન્ટરનો તથા લા. દ. વિદ્યામંદિર અમદાવાદનો પણ આભાર માનીએ છીએ. ગ્રંથના પ્રકાશનમાં ક્યાંય ક્ષતિ રહી ગઈ હોય તો તે જણાવવા અમે ખાસ આગ્રહ કરીએ છીએ જેથી ભવિષ્યમાં પ્રકાશિત થનાર આવૃત્તિમાં તે ક્ષતિને દૂર કરી શકાય. અમને આશા છે કે તમામ સાધકો તેમજ આરાધકોને આ ગ્રંથની પુનઃ ઉપલબ્ધિથી આનંદ થશે. જિનાજ્ઞા વિરુદ્ધ કાંઈ લખાયું હોય તો ત્રિવિધ ત્રિવિધ મિચ્છામિ દુક્કડમ્ | જૈન સાહિત્ય વિકાસ મંડળ મુંબઈ જૂન - ૨૦૦૦ ચંદ્રકાન્તભાઈ અમૃતલાલ દોશી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 712