Book Title: Shraddha Pratikramana Sutra Prabodh Tika 1 Author(s): Bhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi Publisher: Jain Sahitya Vikas Mandal View full book textPage 4
________________ પ્રકાશકીય જૈન ધર્મની એક અતિ મહત્ત્વની ક્રિયા એટલે આવશ્યક ક્રિયા. આ ક્રિયાના નામથી જ તેના અર્થનો બોધ સહજ થાય છે. આ ક્રિયા સાધુ, સાધ્વી, શ્રાવક શ્રાવિકાઓને સવાર-સાંજ બે વખત અવશ્ય કરવા યોગ્ય છે. આજે તો આ ક્રિયા પ્રતિક્રમણના નામે સુપ્રસિદ્ધ છે. અનાદિ કાલીન કર્મમળને દૂર કરવા, નવાં કર્મોને આવતા અટકાવવા, ક્રોધાદિ કષાયોનો નાશ કરવા, મૈત્રી આદિભાવના વિકસાવવા તેમજ મોક્ષપ્રાપ્તિ અર્થે આ ક્રિયા એક અદ્ભુત ક્રિયા છે. તેમજ તે દ્વારા આત્મનિર્મળતા પ્રાપ્ત થાય છે. માટે આગમિક કાળથી જ આ ક્રિયા ઉપર અનેક ગ્રંથો રચાવવાનો પ્રારંભ થઈ ચૂક્યો હતો. ત્યારબાદ સાંપ્રત ક્રિયાનાં સૂત્રો ઉપર સંસ્કૃત, પ્રાકૃત અને અપભ્રંશ ભાષામાં અનેક ગ્રંથો રચાયા છે. તે તમામ ગ્રંથોનું અધ્યયન વર્તમાન કાળે દુષ્કર બન્યું હોવાથી તેના સારરૂપે એક સંપૂર્ણ ગ્રંથ રચવાની ભાવના પૂ. પિતાશ્રી અમૃતભાઈ કાલિદાસ દોશીના મનમાં ઉદ્દભવી હતી અને તેમણે પૂ. પથ્યાસ શ્રી ભદ્રંકર વિજયજી આદિ મુનિ ભગવંતોના માર્ગદર્શન હેઠળ પ્રબોધટીકા નામક ગુજરાતી ભાષામાં સરળ ટીકા રચાવવાનો વિચાર કરી યોજના સફળતાપૂર્વક પાર પાડી હતી. આ ગ્રંથ ત્રણ ભાગોમાં પૂર્ણ થઈ પ્રકાશિત થયો હતો. તેને જૈનશાસનના તમામ વર્ગો તરફથી સુંદર પ્રતિભાવ સાંપડ્યો હતો. અને બહુ જ ટૂંક સમયમાં ત્રણ આવૃત્તિ પ્રકાશિત થઈ ચૂકી હતી ત્યારબાદ છેલ્લા કેટલાય વખતથી આ ગ્રંથ અનુપલબ્ધ બન્યો હતો. તેમજ અનેક પૂજ્ય સાધુ ભગવંતો તેમજ જિજ્ઞાસુ આરાધકો તરફથી અવારનવાર માંગણીઓ આવ્યા કરતી હતી તેથી પુનઃ મુદ્રણ કરાવવાનો વિચાર કરી રહ્યા હતા તેવામાં અમદાવાદ સ્થિત લાલભાઈ દલપતભાઈ ભારતીય વિદ્યામંદિર તથા શારદાબેન ચિમનભાઈ એજ્યુકેશનલ રિસર્ચ સેન્ટરના નિદેશક શ્રી જિતેન્દ્રભાઈ શાહે પણ અમને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 712