Book Title: Shilopadeshmala
Author(s): Jaykirtisuri, Somtilaksuri, Rajshekharsuri
Publisher: Salvina Adishwar Bhagwan Jain Derasar Trust
View full book text
________________
ગુજરાતી ભાવાનુવાદ
ગાથાથ-બાલ્યાવસ્થાથી બ્રહ્મચારી અને જગત્કાર એવા બાવીસમા તીર્થંકર નેમિકુમારને નમીને વિવેકરૂપી હાથીની શાલા સમાન શીપદેશમલાને કહીશ.
. ટીકાથ-(બાવાજીનાવાર –) નિદેશ (=કથન) ભાવની પ્રધાનતાવાળા હોય છે, અર્થાત્ નિર્દેશમાં ભાવની મુખ્યતા હોય છે. આથી વાર શબ્દને બાલભાવ એવો અર્થ છે. આ એટલે આરંભીને. આવાસ એટલે બાલભાવથી (બાલ્યાવસ્થાથી) આરંભીને. બ્રહ્મચારી એટલે ચેથા વ્રતને ધારણ કરનારા. તેવા પ્રકારના મનોહરરૂપ રૂપી સંપત્તિથી ઈંદ્રાણીને જીતનાર રામતીનો ત્યાગ કરીને ગિરનાર પર્વતના શિખર ઉપર જલદી દીક્ષાને સ્વીકાર કર્યો હોવાથી નેમિનાથ ભગવાન બાલ્યાવસ્થાથી જ બ્રહ્મચારી હતા. રાજીમતીના ત્યાગનું સ્વરૂપ તે આગળ કહેવામાં આવનારા શ્રી નેમિનાથ ભગવાનના ચરિત્રમાં વિસ્તારથી સ્પષ્ટ કરવામાં આવશે.
(૪ત્સાર :-) જગતમાં (= ત્રણ ભુવનમાં) સાર=પ્રધાન. અન્યમાં ન હોય તેવા દુર્ધર શીલરૂપી ધુરાના ભારને વહન કરનારા હોવાથી નેમિનાથ ભગવાન જગન્સ્ટાર હતા. અથવા જગતમાં સાર=રહસ્યભૂત, અર્થાત્ પરમ સ્વરૂપ વડે ધ્યાન કરવા ગ્ય. અથવા ગયા એવું જ સંસ્કૃતરૂપ સમજવું. જયથી સાર શ્રેષ્ઠ તે જયસાર. નેમિનાથ ભગવાન બાહ્ય અને અત્યંતર શત્રુઓ ઉપર વિજય મેળવવાથી શ્રેષ્ઠ હતા.
(જેમકુમાર:-) સંસારવાસમાં પણ ત્રણ વર્ષ સુધી સ્વયં સામે આવતી રાજ્યલક્ષમીને તૃણ સમાન ગણ હોવાથી તેમનાથ ભગવાનનું કુમારપણું જાણવું, અર્થાત્ રાજ્ય ન સ્વીકારવાથી નેમનાથ ભગવાન કુમાર કહેવાયા.
(રીસ્ટોરામટિ-) શીલ એટલે મૈથુનના ત્યાગરૂપ ચોથું વ્રત. તેના ઉપદેશ એટલે અન્વયવ્યતિરેકથી દૃષ્ટાંતે, અર્થાત્ અન્વયથી=શીલ પાલનથી થતા ગુણોને અને વ્યતિરેકથી=શીલનું પાલન ન કરવાથી થતાં દોષને જણાવનારાં દૃષ્ટાંતે કહેવા તે શીલપદેશ. તે શીલપદેશની માલા=શ્રેણિ તે શીલપદેશમાલા. અથવા માલા એટલે પુષ્પોની માલાના જેવી માલા. જેમ પુપોની માલાને હૃદય ઉપર (=છાતી ઉપર) અને કંઠપીઠમાં ( કંઠમાં) ધારણ કરવામાં આવે છે, તેમ શીલપદેશરૂપ પુ મોટા ભાગે હૃદયમાં અને કંઠમાં ધારણ કરવામાં આવે છે, આથી પુષ્પોની માલા અને શીલપદેશરૂપ પુષ્પ એ બંનેમાં સમાનતા હોવાથી શીલપદેશરૂપી પુપમાં માલાની ઉપમા યુક્ત છે. આનાથી એ પણ સિદ્ધ થયું કે (જેમ માલામાં એક જ જાતિનાં પુષ્પ અનેક હોય છે તેમ) વિશેષ ઉપદેશ આપવાના હેતુથી કેટલાંક વચનોને ફરી ફરી કહેવામાં પણ દેષ નથી. કહ્યું છે કે
* આનાથી ગ્રંથકાર એ કહેવા માગે છે કે જેમ હાથી હસ્તિશાલામાં રહે છે, તેમ વિવેક શીલવંત પુરુષોમાં રહે છે. શીલરહિત પુરુષમાં પ્રાયઃ વિવેક ન હોય.