Book Title: Shant Sudharas Gitmala
Author(s): Vinayvijay Upadhyay, Bhadraguptasuri, Sadgunsuri, Dhurandharvijay
Publisher: Shrutgyan Prasarak Sabha
View full book text
________________
પંચ પરમેષ્ઠી ભગવંતો શરણરૂપ છે અને શરણે આવેલાનું તે પૂર્ણ રક્ષણ કરે છે. રાજા હોય તેની પાસે
ગમે તેટલા ઘોડાં, હાથી હોય છતાં તેને મૃત્યુ પાસે જતા કોઈ રોકતું નથી. સિકંદર આખી પૃથ્વી જીતી | ગયો હતો અને મૃત્યુ આવ્યું ત્યારે પોતાના બે હાથ ખુલ્લાં રખાવ્યાં હતાં. તેના માટે કવિએ લખ્યું છેઃ
ક્રોડોની મિલકત આપતાં પણ તે સિકંદર ના બચ્યો, દોરી તૂટી આયુષ્યની તો સાંધનારું કોણ છે?
| 11 દ્વિતીય અશરણભાવના 11
આમ મૃત્યુ પાસે બધાં અશરણ છે. જે વસ્તુ જેના હાથમાં હોય, આપણી એવી માન્યતા હોય, જેને આપણે અધીન રહીએ છીએ, જેમ દર્દી ડૉક્ટરને અધીન રહે છે, દાદરો ઊતરવો હોય તો પણ ડૉક્ટરને પૂછે છે, કારણ કે, દેહનું આરોગ્ય ડૉક્ટરને અધીન છે. તે રીતે આત્માનું આરોગ્ય ગુરુમહારાજને અધીન છે. કારણ કે, આત્માની આબાદી કે બરબાદી ગુરુમહારાજને અધીન છે. ધર્મનું ઔષધ બતાવે છે, વિદ્યા, મંત્ર, ઔષધો પણ કર્મના પ્રમાણે જ લાભ કરે છે અને શરણરૂપ થતા નથી. ધર્મ એક એવું શરણ છે કે જે જવાબદારી લે છે. તમે તેને કઈ રીતે સેવો છો તેના પર આધાર છે. માટે નિત્ય તત્ત્વો જીવ મૃત્યુ પામે છે ત્યારે સ્ત્રીઓ પણ ઘરનાં બારણે ઊભી રહે છે. પશુઓ પણ ગમાણમાં રહે છે. એક " ૧૧ ||
मगलमाणा ધર્મ પૂણ્ય-પાપ) સાથે આવે છે. માટે ધર્મ તે શરણ છે.
Ja3dgi कारसाठा दियाकमम
|kUJશ્રી नहममारम्म गारदितााम ઘડી] નારંa