Book Title: Shant Sudharas Gitmala
Author(s): Vinayvijay Upadhyay, Bhadraguptasuri, Sadgunsuri, Dhurandharvijay
Publisher: Shrutgyan Prasarak Sabha
View full book text
________________
11 નવમ નિર્જરાભાવના ll
વૃત્તિસંક્ષેપ – રસત્યાગ અને સંલિનતાને તપ કહેનારા સર્વજ્ઞ હોવા જોઈએ. આપણે ત્યાં અણશણ (ઉપવાસ) તેને જ તપોધર્મ કહેવામાં આવે છે, તે અધૂરી સમજની નીપજ છે. જે કોઈ પાપ અજાણતાં પણ થઈ જાય તેનું પ્રાયશ્ચિત લેવું તે અત્યંતર તપ છે. કોઈનું વૈયાવચ કરવું તે પણ તપોધર્મ છે. સ્વાધ્યાય કરવો તે પણ બાર પ્રકારમાં બતાવ્યો છે. સૂત્રવાચના, અર્થવાચના, જિજ્ઞાસાથી કોઈને પૂછવું તે પણ સ્વાધ્યાય છે. જે સૂત્ર મોઢે કર્યા હોય તેનું પુનરાવર્તન કરવું તે પણ સ્વાધ્યાય છે અને સૂત્રોના રહસ્યોને વિચારવા તે અનુપ્રેક્ષા કહેવાય છે અને તેને પણ અત્યંતર તપમાં સમાવેશ કર્યો છે અને તે નિર્જરાનું પ્રબળ સાધન છે. આ રીતે સંક્ષિપ્તમાં બાર વ્રતોની નિર્જરાભાવનાના ઉપક્રમે વિચારણા કરી.
|| g૭ || (मगलमा ਬਰੀ
|કJJ4. निरममास
!]