Book Title: Shant Sudharas Gitmala
Author(s): Vinayvijay Upadhyay, Bhadraguptasuri, Sadgunsuri, Dhurandharvijay
Publisher: Shrutgyan Prasarak Sabha
View full book text
________________
લોકસ્વરૂપભાવના
પ્રત્યેક મનુષ્યને માટે લોકસ્વરૂપનું ચિંતન જરૂરી છે. આપણે જ્યાં રહીએ છીએ એ પ્રદેશ ક્યાં આવ્યો એ માત્ર આ અગિયારમી ભાવના વડે જ આપણે જાણી અને સમજી શકીએ છીએ. સમુદ્રઘાત નામની ક્રિયા જ્યારે જિનેશ્વર ભવન્તો કે સામાન્ય કેવળજ્ઞાની કરે છે ત્યારે આપણા આત્માને એ સ્પર્શે છે. આ વખતે આપણે જો જાગ્રત હોઈએ તો મહાપુરુષોના આત્મીય સ્પર્શથી આપણે લાભાન્વિત થઈએ છીએ. આ લોકમાં કેવી કેવી વિશિષ્ટતાઓ ભરેલી છે, એનું પણ ચિંતન કરવું જોઈએ. કોઈ એક જગ્યાએ લગ્નાદિ પ્રસંગ નિમિત્તે આનંદના ગાન ચાલતા હોય તો વળી તે જ સમયે કોઈ અન્ય ઘરમાં મુખ્ય વ્યક્તિ આયુષ્ય પૂરું કરે છે અને આખું ઘર શોકાતુર હોય છે. આવી વિશેષતાઓથી આ ભાવ ભરેલો છે. પરિભ્રમણથી થાકેલા હોઈએ પણ પાયામાં જો આ તત્વ ભરેલું હોય તો એના પર ધર્મની ઇમારત ટકે છે - કાયમ રહે છે, માટે આ ભાવના જરૂરી છે.
| એકાદશ લોકસ્વરૂપભાવના ||
|| ૧૦૭ || (मगलमागीय Tags! कारसाहाय दियाकममे RIછીનવી ||ષ્ઠUJશ્રદ્ધા नदमभारम्भ गारदिांताराम diાવિ