Book Title: Shant Sudharas Gitmala
Author(s): Vinayvijay Upadhyay, Bhadraguptasuri, Sadgunsuri, Dhurandharvijay
Publisher: Shrutgyan Prasarak Sabha
View full book text
________________
भगमटानऊ मातियाबर
[9]]કાવીને कालागा
વરદાના विद्यागारा જાતિમા -435
સંસારભાવના
T
વિમાન સંસાર ચતુર્ગતિમય છે. દેવ, મનુષ્ય, તિર્યંચ, નરક ગતિ. આ ચાર ગતિની વિચારણા ખાસ આર્ત ધ્યાન ॥ ૨૬ ॥ નિવારવા કરવાની છે. દા.ત., તમને લકવા થઈ ગયો છે, ઉનાળાના દિવસો છે, બપો૨નો સમય છે, રવિવારનો દિવસ છે. તમે પાણી માંગ્યું, તે ભાઈ ઘરમાં હતા તમને પાણી આપ્યું, દસ મિનિટે બીજી વાર તરસ લાગી,ત્રીજી વાર વળી પાણી માંગ્યું તે વખતે તમને પાણી ન આપ્યું અને છણકો કર્યો કે કેટલી વાર પાણી આપવાનું? ત્યારે તમારે વિચારવાનું કે સંસારની તાસીર જ આવી છે કે જીવો કષાય આધીન હોય છે, રાગદ્વેષને આધીન હોય છે, વ્યક્તિ પ્રત્યેની વિચારણા ન કરવી, મારું પૂણ્ય ઓછું છે, તે નાનો હતો અને માંદો હતો ત્યારે આખી રાતની રાત ઉજાગરા કરીને તેના તાવને કાબુમાં લેવા પોતાં મૂક્યાં, તે છોકરો મને પાણી પણ નથી આપતો એવું ન વિચારવું. સંસારનો સ્વભાવ જ એવો છે. ખરે તો સંસાર શબ્દનો અર્થ કષાય કરવો જોઈએ. જગત આખું કષાયને આધીન છે. હું પણ તેમાં આવી જઉં, મારો છોકરો પણ તેમાં આવી જાય છે તેવું વિચારવું. લોભ કષાયની પ્રબળતા હોય છે. એક ઇચ્છા પૂરી થાય ત્યાં બીજી ઇચ્છા ઊભી થઈ જાય છે. અને આવું ઘણા ભવોથી ચાલતું આવે છે. એની સામે સંતોષ રાખવો તે ધર્મ છે. તે માટે વ્યાખ્યાન શ્રવણ કરતી વખતે ખાસ ખ્યાલ રાખવાનો છે. કયા વિચારો સંસારવૃદ્ધિનું કારણ બને તેમ છે, કયા વિચારો ભવના ઘટાડામાં નિમિત્ત બને છે. તેના માટે એક પદ કંઠસ્થ કરવા જેવું છે. જે આ પ્રમાણે છે :
11 શાન્ત સુધારસ 1