Book Title: Shant Sudharas Gitmala
Author(s): Vinayvijay Upadhyay, Bhadraguptasuri, Sadgunsuri, Dhurandharvijay
Publisher: Shrutgyan Prasarak Sabha
View full book text
________________
એઝભાવના
11 ચતુર્થ એકત્વભાવના 11
કોઈ પણ આત્મા જ્યારે જન્મ ધારણ કરે ત્યારે એકલો જ હોય છે, મૃત્યુ પામે તો પણ એકલો જ હોય, કર્મ બાંધે ત્યારે પણ એકલો, કર્મના ફળ ભોગવે ત્યારે પણ એકલો હોય છે. પાપ આજીવિકા માટે, ઘરની ઘણી વ્યક્તિઓ માટે કરે, પણ કર્મ ભોગવવામાં પણ તે એકલો જ હોય છે. જ્ઞાન, દર્શન અને ચારિત્ર્ય તે આત્માના સ્વભાવરૂપ છે પણ ગાઢ, રૂઢ અને દઢ આવરણથી તે આવરાયેલા છે. તેવો આત્મા પણ એકલો જ છે. એટલે જ્યારે બહુ વ્યક્તિઓના સંપર્કથી છૂટા પડવાનું આવે ત્યારે દુઃખનો અનુભવ થાય છે. ત્યારે એકત્વ ભાવના (વિચારણા) બહુ ઉપકારક થાય છે. આત્મા નામનો પદાર્થ છે તેની અભિલાષા રાખવી જોઈએ. તે આત્મા ઇન્દ્રિયાતીત છે એટલે કે પાંચે ઇન્દ્રિયોથી પર છે અને મનથી પણ પર છે.
દેહ-મન-વચન-પુદ્ગલથી કર્મથી ભિન્ન તુજ રૂપ રે અખય, અકલંક, છે જીવનું જ્ઞાન આનંદ સ્વરૂપ રહે.
// રૂ9/. આમ એકત્વ ભાવનામાં હું એકલો આવ્યો છું અને એકલો જવાનો છું તે ભાવથી ભાવિત થવું જરૂરી છે.
ਜ਼ਰ Bhઈસ્કૃSિ) दियाकम हाऊाम ||MTUJRA नहमयास गारदिता
ક