Book Title: Shant Sudharas Gitmala
Author(s): Vinayvijay Upadhyay, Bhadraguptasuri, Sadgunsuri, Dhurandharvijay
Publisher: Shrutgyan Prasarak Sabha
View full book text
________________
गमयनऊ नातिद्याव Jાવીર नालागा
વરદાના
डागारा
इस विमार
घराणाश डल्लागा
विमाणाय
આશ્રયભાવના, સંવરભાવના
॥ ૬ ॥
જેમ તળાવમાં પાણી આવવાના ચારેતરફ દ્વાર હોય છે, તેના દ્વારા પાણી આવે છે તેવી રીતે આત્મામાં કર્મનો ભરાવો થાય છે. સતત આશ્રવ ચાલુ છે, જૈનદર્શન આશ્રવના રોધમાં માને છે. આત્મા સતત વિષય અને કષાયમાં ફસાયેલો રહે છે.
1 શાન સુધારસ 1
એટલે સતત અશુભ આશ્રવનો બંધ ચાલુ જ રહે છે. તેનાથી ઉગરવાનું છે.
પચ્ચકખાણ લેવાનો અર્થ આ જ છે કે આશ્રવો બંધ થઈ જાય અને સંવર શરૂ થઈ જાય. સંવરને સેવવો જોઈએ.
જૈનદર્શને શબ્દોની ભેટ આપી છે. તેમાં એક શબ્દ ઉમેરાય છે સંવરણ.
દમન, શમન અને સંવરણ. દમન, શમન એ પ્રસિદ્ધ છે પણ સંવરણ અલ્પપ્રસિદ્ધ છે. દમન એટલે આંખો રૂપ જુએ છે માટે ફોડી નાખો. શમન એટલે માગે છે માટે આપો અને ઘીના સિંચનથી અગ્નિને ઠારવાનો પ્રયત્ન કરવો કદી સફળ ન થાય. સમજણથી જે ન જોવું તે સંવરણ છે.
સંવરણના પ્રકાર સત્તાવન છે. નવત્ત્વ પ્રકરણમાં એક જ ગાથામાં સત્તાવન પ્રકાર બતાવ્યા છે. સમીતિ, ગુપ્તિ, પરિસહ જઈ ધમ્મો ભાવણા રતાણિ'.
નવ તત્ત્વ પ્રકરણ સાર્થ જે ભણ્યા હોય તેમને આ બધું પ્રત્યક્ષ થઈ જાય છે.