Book Title: Sanyam ane Shouryana Pujari Muni Shree Charitravijayji (Kutcchi) Maharajni Jivangatha Author(s): Jaybhikkhu Publisher: Balabhai Virchandbhai Desai View full book textPage 5
________________ આ મૂંગા કાર્યને નિહાળી રહ્યા હતા. આ જવાંમર્દીનું કાર્ય જોઈ તેઓ તે મુગ્ધ થઈ ગયા હતા. સવારમાં પાલીતાણુના એડમીનીસ્ટ્રેટર મેજર સ્ટ્રોંગ સાહેબને તેમણે આ હદય હલાવે તેવું દ્રશ્ય લખી મોકલ્યું અને જણાવ્યું કે આ મહાન સાધુ અને તેમના સેવાકાર્યને જોઈ મને “જેન ફલીવુડ યાદ આવે છે. તેમની હિંમત, સાહસ, બળ અને કર્મણ્યતા જોઈ હું દિગમૂઢ થયો છું.' મેજર સ્ટ્રોંગ સાહેબ આ વાંચીને આશ્ચર્યચકિત થયા. હિંદી અને તે પણ એક સાધુ, આવું શૌર્યભર્યું સાહસ કરે તે તેમને મન ન માની શકાય તેવી વાત હતી. તેઓ તરત જ ઘોડા ઉપર બેસી પાઠશાળામાં આવ્યા. મુનિજી ! આપે એક સાચા સાધુને શોભે એવી રીતે જનતાની મોટી સેવા કરી છે. હું તેનાથી ખૂબ આનંદિત થયો છું. આ રાજ્યમાં આવા વિરલા છે, તે જોઈ મને અભિમાન થાય છે. આ ઉત્તમ સેવા માટે પાલીતાણું સ્ટેટ આપને ઉપકાર કદીપણ નહિ ભૂલે. સ્ટેટને યોગ્ય સેવા ફરમાવશે. તમારે માટે સ્ટેટની કચેરી હમેશાં ખુલ્લી છે.” મેજર ટ્રગે મહારાજશ્રીને અભિવાદન આપતાં કહ્યું. - “મેં તે સાધુ તરીકેની ફરજ બજાવવા ઉપરાંત કશું વિક્ષેપ કર્યું નથી. લેકે દુઃખી હોય, મદદ માટે ચીસો સંભળાતી હોય તો મનુષ્ય તરીકે પણ મારી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surawww.umaragyanbhandar.comPage Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 60