________________
સત્યના ઉપાસક નિભી વીર ડરે તેવા નહોતા. વાડાનાં બંધને હવે ભારે પડવા લાગ્યાં. લાગ જોઈ ને અંજાર છેાડી ભચ્ચાના માર્ગે ચાલી નીકળ્યા.
થડીવારમાં તે સ્થાનકવાસી સંધમાં ફડાટ થઈ ગયા. બધા રાષે ભરાયા. પંખી ઊડી ગયું. તેને પકડવા માણુસા દોડાવવામાં આવ્યા.
આખા દિવસના વિહાર, ગાયરીને તે વિચાર નહેાતા પણ પગ વાળીને આરામ લેવાના પણ સમય નહાતા. સ ંધ્યાના ઘેરા પ્રકાશ છવાઈ રહ્યો હતા. પાછળ પડેલા માણસો આવતા જણાયા. મુનિ ચમફયા પણ સમય પારખી લીધે. સાંઢીયા સવાર આવે તે પહેલાં ઝાડના ઓથારે છુપાઈ ગયા. સવાર તા ચાલ્યા ગયા પણ્ કાળ જેવી રાત્રિ જંગલમાં કાઢી.
સવાર થતાં ભચાઉ આવી પહોંચ્યા. અહીં મૂર્તિ પૂજક શ્રાવકાએ તેમના સાહસ અને નિ યતાની પ્રશંસા કરી અને પેાતાનાથી બનતી મદદ આપવા વચન આપ્યું.
અહી પણ અંજારથી પ્રતિનિધિમંડળ મુનિજીને સમજાવી લાવવા આવી પહોંચ્યુ. તેમણે પણ સમજાવટથી અને છેવટે ધમકીથી કામ લેવા માંડયું.
મુનિજી પાસે એક જ જવાબ હતા. ‘ તુ· સત્યને પૂજારી . તમેા અસત્ય સાબીત કરી આપે તે હું પાછા કરવા તૈયાર છું.'
તે
‘તમે પાછા ફરે. બધું થઈ રહેશે.
[ ર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com