________________
તે મળી રહેતું. હવે બોર્ડિગનું ખર્ચ વધવા લાગ્યું.
ઉપદેશકાર્ય કર્યા સિવાય ચાલે તેમ નહોતું અને સાધુથી સંસ્થા માટે ઉપદેશ થઈ શકે ? વિમાસણને વિપત્તિઓ આવી લાગી. સત્કાર્ય કરવામાં પુણ્ય જ હોય છે, નિર્જરા થાય છે, તેમ વિચારી ઉપદેશધારા. શરૂ કરી. યાત્રાળુ સજજને સંસ્થા જેવા આવવા લાગ્યા. મહારાજશ્રીના કાર્યની પ્રશંસા થવા લાગી.
શ્રી વિજયધર્મસૂરીશ્વરજી પણ આ કાર્યની પ્રશંસા કરતા અને આગ્રાના દાનવીર શેઠ લક્ષ્મીચંદજી વેદ તથા શેઠ તેજ કરણુજી ચાંદલજીએ સંસ્થાને સૂરિજીના ઉપદેશથી સારી મદદ આપી.
ઉચ્ચ ઉદ્દેશથી રેપેલ નાનું બીજ થોડા સમયમાં વધવા લાગ્યું. રોપને સિંચન મળ્યું અને દિવસે દિવસે તે વૃદ્ધિ પામ્યું.
હેનારતના દિવસોમાં કરેલી સેવા પાલીતાણાના બચ્ચા બચ્ચાને યાદ હતી. મેજર સ્ટ્રોંગ સાહેબે સં. સ્થાને માટે સ્ટેશન પાસેની સુંદર પાંચ વિધા જમીન આપી. એટલું જ નહિ પણ વિ. સં. ૧૯૭૦ના વૈશાખ સુદ ૩ના શુભ મૂહુતિ મેજર સ્ટ્રોંગના હાથે સંસ્થાનો પાયો નંખાયે. ટૂંક સમયમાં તે મકાન અને બગીચે તૈયાર થઈ ગયાં. ૧૯૭૧ના માગશર સુદિ ૧૩ના રોજ વિદ્યાર્થીઓએ ધામધૂમપૂર્વક પ્રવેશ કર્યો.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surawww.umaragyanbhandar.com