________________
સન્માનપત્ર
સંસ્થા એક તરફથી વધવા લાગી. સાઠેક વિદ્યાર્થીએ, ત્રણ પંડિત સાથે પ્રગતિ સાધતી સંસ્થા એકાએક મુશ્કેલીમાં આવી ગઈ
શ્રી વિજયધર્મસૂરિજીના ઉપદેશથી આવતી મદદ બંધ થઈ. મેનેજર શ્રી હર્ષચંદ ભૂરાભાઈએ દીક્ષા લીધી. કમીટી નામશેષ થઈ ગઈ. નાવ ઝંઝાવાતમાં ઘેરાઈ ગયું, પણ મુનિજી હારે તેવા નહતા. તેમણે ઉત્સાહપૂર્વક પ્રયત્ન કરવા માંડ્યા. ચાતુર્માસ પાલીતાણામાંજ કર્યું અને સંસ્થાની પુનર્ઘટના કરી. બાવીસ વિદ્યાર્થીઓ કલકત્તા સંસ્કૃત એસોસીએશનની વ્યાકરણ મધ્યમાં અને ચાર વિદ્યાર્થીઓ તીર્થની પરીક્ષા માટે તૈયારી કરવા લાગ્યા.
કચ્છમાં જવાની ભાવના થઈ આવી. વહાલું વતન અને ભદ્રેશ્વર તીર્થ સાંભરી આવ્યાં. કચ્છમાંથી જૈન સંઘનાં વિનંતીપત્રોએ ત્યાં જવા પ્રેર્યા અને વિહાર માટે તૈયારી આદરી. જલપ્રલય વખતની સેવાથી કેણું અજાણ હોય ? મુનિજ વિહાર કરે છે, તેમ સાંભળી જનતાએ તેમનું સન્માન કરવા વિચાર કર્યો અને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surawww.umaragyanbhandar.com