Book Title: Sanyam ane Shouryana Pujari Muni Shree Charitravijayji (Kutcchi) Maharajni Jivangatha
Author(s): Jaybhikkhu
Publisher: Balabhai Virchandbhai Desai

View full book text
Previous | Next

Page 37
________________ પાલીતાણું સ્ટેટના દીવાન ન્યાયરત્ન શ્રી નારણદાસ કાળીદાસ ગામના પ્રમુખપદે માનપત્રને ભવ્ય મેળાવડે યોજવામાં આવ્યો. ગામના મહાજન, અધિકારીઓ, યાત્રાળુઓ વગેરેની હાજરી વચ્ચે મુનિજની વક્તાઓએ ખૂબખૂબ પ્રશંસા કરી અને તેમની સેવા, નિર્ભયતા નિસ્વાર્થ ભાવ તથા પાઠશાળાના સંસ્થાપક અને પ્રાણુ તરીકે તેમજ પાલીતાણું રાજ્યના ઉપકારી તરીકે સૌએ અંજલિ આપી. પ્રમુખશ્રીએ થોડા શબ્દોમાં મુનિજીના કાર્યને ચિતાર રજૂ કર્યો. * મહારાજશ્રીના ગાઢ પરિચય પછી મારે કહેવું જોઈએ કે, તેમના ઉત્તમ ત્યાગ અને ચારિત્રે મને આશ્ચર્યમગ્ન બનાવ્યા છે અને આથી જે રાજ્યના અધિકારી વર્ગમાં આજે તેઓ બહુમાન પામી રહ્યા છે. જલપ્રલયની તેમની સેવા વિસરાય તેમ નથી. આ કાર્ય અમેરિકા કે ઈગ્લાંડમાં થયું હેત તે લકે તેમને ખરેખર પૂજત. સંસ્થા માટે તેમને આત્મત્યાગ અને સેવા હું જોઈ રહ્યો છું. આ માનપત્રો આપણું હદયની અંજલિ માત્ર છે. આપણે આશા રાખીએ કે તેઓ કદી સંસ્થાને ન ભૂલે ! પુનઃ જલદી દર્શન દે.” . આ લાગણીઓને જવાબ વાળતાં મુનિજીએ જણાવ્યું, [૨૭ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surawww.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60