________________
તે તમે જાણે છે !'
હાજી ! બરાબર જાણું છું. પણ મારી વિદ્યા મેળવવાની તમન્ના એવી છે કે રસ્તાનાં બધાં દુખે. હું સહન કરીશ.'
“ અહીં તમને અભ્યાસની બધી સગવડતા કરાવી. આવું તો?”
“ગુવ ! વિદ્યાધામ કાશીનું વાતાવરણ જ વિધામય છે. ત્યાં પરમપૂજ્ય શ્રી વિજયધર્મસૂરીશ્વરજીએ એક વિદ્યાલય ખેલું છે, વળી શાંતમૂર્તિ શ્રી કષુરવિજયજી મહારાજશ્રી પણ જાય છે, તો મને આજ્ઞા આપો !”
જહાસુખમ! પણ તબિયત સંભાળજો ને વિદ્વાન બનીને વહેલા વહેલા પાછા આવશે.'
વિદ્યાધામ કાશી વિષે ઘણું ઘણું સાંભળેલું. જૈન શાસ્ત્રોને અભ્યાસ અને કાશીપ્રદેશ જેવાની ઉત્કંઠા એવી હતી કે વિહારની મુશ્કેલીઓ તે હિસાબમાં નહોતી. જો કે તે વખતે કાશીનો વિહાર બહુ જ કઠણ હતો. ભયંકર માર્ગ, માઈલેના માઇલ ગામ જ નજરે ન પડે, રાતવાસો પણ જંગલમાં. કરવા વખત આવે, ઉનું પાણી તે મળેજ કયાંથી પણ આહાર પણ મળે કે ન મળે. પણ વિધાની અભિલાષા અને પ્રબળ ભાવના સામે આ મુશ્કેલીઓ. કુછ બિસાતમાં નહોતી.
[ ર૭
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surawww.umaragyanbhandar.com