________________
આ મૂંગા કાર્યને નિહાળી રહ્યા હતા. આ જવાંમર્દીનું કાર્ય જોઈ તેઓ તે મુગ્ધ થઈ ગયા હતા. સવારમાં પાલીતાણુના એડમીનીસ્ટ્રેટર મેજર સ્ટ્રોંગ સાહેબને તેમણે આ હદય હલાવે તેવું દ્રશ્ય લખી મોકલ્યું અને જણાવ્યું કે આ મહાન સાધુ અને તેમના સેવાકાર્યને જોઈ મને “જેન ફલીવુડ યાદ આવે છે. તેમની હિંમત, સાહસ, બળ અને કર્મણ્યતા જોઈ હું દિગમૂઢ થયો છું.'
મેજર સ્ટ્રોંગ સાહેબ આ વાંચીને આશ્ચર્યચકિત થયા. હિંદી અને તે પણ એક સાધુ, આવું શૌર્યભર્યું સાહસ કરે તે તેમને મન ન માની શકાય તેવી વાત હતી.
તેઓ તરત જ ઘોડા ઉપર બેસી પાઠશાળામાં આવ્યા.
મુનિજી ! આપે એક સાચા સાધુને શોભે એવી રીતે જનતાની મોટી સેવા કરી છે. હું તેનાથી ખૂબ આનંદિત થયો છું. આ રાજ્યમાં આવા વિરલા છે, તે જોઈ મને અભિમાન થાય છે. આ ઉત્તમ સેવા માટે પાલીતાણું સ્ટેટ આપને ઉપકાર કદીપણ નહિ ભૂલે. સ્ટેટને યોગ્ય સેવા ફરમાવશે. તમારે માટે સ્ટેટની કચેરી હમેશાં ખુલ્લી છે.” મેજર ટ્રગે મહારાજશ્રીને અભિવાદન આપતાં કહ્યું. - “મેં તે સાધુ તરીકેની ફરજ બજાવવા ઉપરાંત કશું વિક્ષેપ કર્યું નથી. લેકે દુઃખી હોય, મદદ માટે ચીસો સંભળાતી હોય તો મનુષ્ય તરીકે પણ મારી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surawww.umaragyanbhandar.com