Book Title: Sanyam ane Shouryana Pujari Muni Shree Charitravijayji (Kutcchi) Maharajni Jivangatha
Author(s): Jaybhikkhu
Publisher: Balabhai Virchandbhai Desai

View full book text
Previous | Next

Page 9
________________ એ આસો મહિનાની કાળીચૌદશની રાત્રિ હતી. પત્રી ગામના ઘેલાશાહને ત્યાં સુભગાબાઈ પ્રસુતિની વેદના સહી રહ્યાં હતાં. વિક્રમ સંવત ૧૯૪૦ના આસો વદ ૧૪ ની એ રાત્રે મંતરજંતરને પી જનારે, ભૂતાવળને ભગાડી મૂકનારે, જેગીતિને સાચા જોગ બતાવનાર ને સમાજની કાળી અંધારી અજ્ઞાન રાત્રિને ફેડનારા પુત્રરત્નને જન્મ આપ્યો. ધરમાં આનંદ આનંદ છાઈ રહે. ઘેલાશાહનું જીવન ધન્ય બન્યું. સવારે જોષી મહારાજે જોષ જોયા ને પુત્રનું નામ ધારશી રાખવામાં આવ્યું. ધીરે ધીરે બાળક ધારશી ગામડાની ધૂળ માટીમાં રમતો કૂદતો માટે થવા લાગ્યો. રોટલા ને દહીંથી શરીરને પુષ્ટિ મળી. ગામડાની ખુલ્લી હવા અંગ પ્રત્યંગ મજબૂત બનાવવા લાગી. સાત વર્ષ ધારશીભાઈને પંડયાને ત્યાં ભણવા બેસાડયા. દસ્તોની સાથે મજા કરવી, રખડવું, મારામારી કરી આવવી, શિક્ષાના બદલામાં મહેતાજીનું કામ કરવું અને લાગ આવે તે ગુરુની રેવડી દાણાદાણ કરી મૂકવામાં ધારશીભાઈ પાવરધા હતા. ભણ્યા ન ભણ્યા ને ભાઈ–પિતાને મદદ કરવા લાગ્યા. ખેતરે જવું, હળ જેતવું, જંગલમાં સૂઈ રહેવું. રાતદિવસ પરિશ્રમ કરીને શરીરને ભારે કર્યું. ચૌદ વર્ષની ઉંમરમાં તે શરીર સુદઢ બનાવી દીધું, ટાઢતડ વેઠી સહિમણું બન્યા અને જંગલમાં રહી [S Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surawww.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60