________________
કેટલાક તે ધ્રુજવા મંડે ને વટેમાર્ગ પણ એ બાવળ આવતાં દેટ મૂકે; એ બાવળ સવારી જેવા (પાંચ આના) ઈનામમાં ધરાશાયી કર્યો. નિર્ભયતાનો કે નમૂને !
આવાં તે ઘણું નાનામોટાં પરાક્રમ તેણે કરેલાં. આખા ગામમાં તે બહાદુર ગણાતે. લોકે તેને પતાનો માનીતો જુવાન માનતા. - ચૌદ વરસની ઉંમરે પિતાની સૂચનાથી મુંબઈ ઉપડ્યા. ખેતીના ધંધામાં તે ગૂજરાન ચાલે પણ કછીબંદે મુંબઈ જઈ આવે તે જ જંપે. માતાપિતા ને પ્યારી ભોમકાની રજા લઈ મુંબઈ આવ્યા.
મૃત્યુ કે ત્યાગ?
મુબઇમાં પિતાજીને સ્નેહીની દુકાને તાલીમ શરૂ કરી. કુરસદ મેળવી બેરના એક ગુજરાતી શાળામાં નામુંઠામું, પત્રવ્યવહાર શીખી લીધું. હવે એક તુવેરના કારખાનાવાળાને ત્યાં નોકર રહ્યા અને જોતજોતામાં તો વેપારમાં તે પાવરધા થઈ ગયા. નોકરમાંથી બન્યા ભાગીદાર અને આવક વધવા લાગી, એટલે પોતાનાં માતા તથા બહેનભાઈને મુંબઈ બોલાવી લીધાં. પિતાજી પત્તીમાં ખેતર–જમીન સંભાળવા રહ્યા. - મુંબઈમાં હવે દરેક રીતે શાંતિથી જીવન પસાર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surawww.umaragyanbhandar.com