Book Title: Sanyam ane Shouryana Pujari Muni Shree Charitravijayji (Kutcchi) Maharajni Jivangatha
Author(s): Jaybhikkhu
Publisher: Balabhai Virchandbhai Desai

View full book text
Previous | Next

Page 8
________________ શિવજી, વીર લદ્દારા જેવા શાહ સાદાગરે થઈ ગયા. દાનવીર જગડૂએ દુષ્કાળમાં પ્રજાના રક્ષણ માટે પેાતાના કાઠારા ખુલ્લા મૂક્યા એ પણ આ માટીનું રત્ન છે. ભલભલા વીરેશને જન્મ આપનારી આ ભામકા આજે પણ શ્રા સેનાની, દાની અને સાહસી વેપારી સર્જે છે. મુંબઈ અને આફ્રિકા સુધી કચ્છી પ્રજાના શૂરા જુવાન દારીલેટા લઈ પહોંચ્યા છે અને પૈસાની રેલમછેલ પણ તેઓએ કરી બતાવી છે. નથી નવી સંસ્કૃતિ કે નથી નવીન શિક્ષણુ. નથી મહાન વિદ્યામંદિર કે નથી જ્ઞાનપરએ. નથી ખાગ કે બગીચા હું નથી મહાન ધર્મધુરધરા કે ઉપદેશકા. નથી વિજ્ઞાનની શોધેા કે નથી યંત્રાના ધમધમાટે. માત્ર જૂની ઢબ, જૂનું જ્ઞાન અને જૂની પદ્ધતિમાં કાજી જાણે કયાંથી મર્દાનગી અને શૌય, સેવા અને સ્વાર્પણના ગેબી પડઘા આજે પણ ઊડે છે. એ કચ્છના પત્રી ગામમાં વીસા ઓસવાળ કુળમાં વેઢા શાખથી પ્રસિદ્ધ શ્રીપાળ વેઢાનું ઘર છે. સાધારણ સ્થિતિ હાવા છતાં બળ અને બુદ્ધિમાં તે પ્રસિદ્ધ. શ્રીપાળને ઘેલાશા નામના સુપુત્ર અને સુભગાબાઇ નામની સુશીલ પુત્રવધુ હતાં. કુળરીતિ પ્રમાણે દંપતી ગૃહસ્થનુ જીવન નિર્વાહ કરતા હતા. નહોતું કરજ કે નહોતી સંપત્તિ. બાપદાદાની ઘેાડી જમીન, બળદની જોડી અને ખીજવારાથી સંતોષ માનો ઘેલાશા રહેતા હતા. ૮ ] Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60