Book Title: Samyaktva Shatsthana Chaupai Author(s): Yashovijay Upadhyay, Pravinchandra K Mota Publisher: Gitarth Ganga View full book textPage 7
________________ ૨ સમ્યક્ત્વ ષડ્થાન ચઉપઈ-પ્રાસ્તાવિક સર્વનો સમન્વય સાધ્યો છે. ગ્રંથ ઉપર બાલાવબોધની રચના પોતે કરીને મૂળ ચોપઈના પદાર્થોને અતિ સ્પષ્ટ કરેલ છે. જો આ બાલાવબોધની રચના કરી ન હોત તો મૂળ ચોપઈમાં જે જે ભાવો છે, તે સ્પષ્ટ થવા અતિ દુષ્કર બની જાત. આ બાલાવબોધની રચના દ્વારા મૂળ ચોપઈના ઘણા ગૂઢ અને ગંભીર પદાર્થોનું સ્પષ્ટીકરણ કરેલ છે અને અનેક દાખલા-દૃષ્ટાંતો આપીને મૂળ પદાર્થોને સમજાવવાનો પ્રયત્ન ગ્રંથકારશ્રીએ કરેલ છે. જે આ પ્રસ્તુત ગ્રંથમાં અનેકવિધ વિષયોની તર્ક અને શાસ્ત્રપાઠો પુરસ્સર રચના કરી છે, તે તત્ત્વજિજ્ઞાસુ વાચકને તત્ત્વનો બોધ થવામાં બહુ ઉપયોગી થાય તેમ છે. ગાથા-૭૯ માં પાંચ કારણોનો સમન્વય બતાવી એ રીતે નિરૂપણ કરેલ છે કે, એ પદાર્થ વિદ્વાનવર્ગને પણ અત્યંત રોચક લાગે છે. આવા તો અનેક પદાર્થોનું યોજન રોચક શૈલીમાં ગ્રંથકારશ્રીએ નિરૂપણ કરેલ છે. સમ્યક્ત્વનાં છ સ્થાનોના નિરૂપણ પછી ગ્રંથકારશ્રીએ ગ્રંથના અંતે ઉપસંહારરૂપ છેલ્લી ઢાળમાં સ્યાદ્વાદની જે રીતે પ્રતિષ્ઠા કરેલ છે, તે નિરૂપણ તો અત્યંત મનોહ૨ લાગે તેવું છે. વળી, શ્રુત, ચિંતા અને ભાવનાજ્ઞાનની ભૂમિકાનું સ્વરૂપ પણ અતિ સુંદર વર્ણવેલ છે. આ ગ્રંથવાચનનો સુઅવસર અત્રે પંડિતવર્યશ્રી પાસે સાંપડ્યો અને જેમ જેમ ગ્રંથવાચન થતું ગયું અને પદાર્થો ખુલતા ગયા, ત્યારે અધ્યયન ક૨ના૨ સર્વને એ ભાવના થઈ કે આ ગ્રંથ ઉપર ચોપઈના અને બાલાવબોધના શબ્દશઃ વિવેચન સાથે સ૨ળ વિસ્તૃત વિવેચન પ્રગટ થાય તો અનેકોને આ ગ્રંથના પદાર્થો સમજવા માટે ઉપયોગી થાય. તેથી અધ્યેતૃવર્ગ સર્વેએ પંડિતવર્યશ્રીને વિજ્ઞપ્તિ કરી અને તેઓએ એ વિજ્ઞપ્તિને અનુલક્ષીને વિવરણ તૈયાર કરાવ્યું, જેની વ્યવસ્થિત સંકલના થતી ગઈ અને બાલાવબોધના વિષયોનું વિભાજન કરી, તેટલા તેટલા કથનનું પ્રતીક મૂકી તેનો અનુવાદ તૈયાર કર્યો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 422