Book Title: Samipya 2007 Vol 24 Ank 01 02
Author(s): R P Mehta, R T Savalia
Publisher: Bholabhai Jeshingbhai Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કાલિદાસની કૃતિઓમાં મત્રતત્ર
પ્રિ. ડૉ. બંસીધર ઉપાધ્યાય
વદુધાણા fપન્ના: સ્થાન: સિદ્ધિહેતd: I (પુ. ૨-૬)
મહાકવિ કાલિદાસે સિદ્ધિના અનેક માર્ગો સ્વીકાર્યા છે. યોગ, વેદાન્ત, ભક્તિ, મીમાંસા, તત્ર વગેરેના માર્ગોના સમર્થનનો અનેક આધાર મહાકવિની કૃતિઓમાં છે. અહીં આગમ' શબ્દનો પ્રયોગ ધ્યાનપાત્ર છે. આગમ શબ્દનો અધિક સંબંધ ‘તત્ર'ની સાથે છે. તત્રના “રુદ્રયામલ', ‘ડામર' વગેરે તન્નોના ગ્રન્થ ‘આગમ' કહેવાય છે. શિવ-શક્તિનું સ્વરૂપ, શિવનું પ્રાધાન્ય વગેરેના આધાર પર શૈવાગમ તન્ન કે કાશ્મીરી શૈવ મતનું સમર્થન હોવાની સંભાવના છે. છતાં પણ કાલિદાસ નામ “કાલીનો દાસ' એ અર્થ સ્પષ્ટ કરે છે. પ્રચલિત દંતકથા અનુસાર મહાકવિ ભગવતી કાલીના ઉપાસક હતા, પરન્તુ અનેક વિદ્વાનોનો મત છે કે “કાલિદાસ' એ કોઈ વિશેષ નામ નથી, પણ “ઉપનામ’ છે કારણ કે કાલીની કૃપાથી અચાનક ચમત્કારિક રીતે વાકુ-સિદ્ધિ મળી, એ વાત વૈજ્ઞાનિક દ્રષ્ટિથી સાબિત થઈ શકતી નથી. પરંતુ આ વાત ધ્યાનપાત્ર છે કે શ્રી હર્ષ, પંડિતરાજ જગન્નાથ વગેરે કવિઓના પ્રકાંડ પાંડિત્યનો પરંપરાગત મૂળસ્રોત કોઈ સિદ્ધિ ચિન્તામણિ, બાલા ત્રિપુરા, સારસ્વત વગેરે મિત્રોની જ સિદ્ધિ છે. એનું પ્રમાણ પણ કવિ-રચિત કૃતિઓમાં મેળવી શકાય છે. મહાકવિ કાલિદાસે પણ યોગ અને ભોગ પર અનેક વિચારો પ્રકટ કર્યા છે. છતાં પણ તાઝિક સિદ્ધિઓની ઉપેક્ષા કરી નથી. આદિકાલથી ભારતમાં મત્ર-તત્રનો પ્રસાર રહ્યો છે. ઈ.સ. છઠ્ઠા-શતકથી દસમા શતક સુધી તો ભારતમાં તેનો ભારે પ્રચાર થતો રહ્યો. પછી ભક્તિના આન્દોલનના સ્રોતમાં તવિલીન થઈ ગયું અને ત– એક ‘ગારુડી વિદ્યા” જ બની ગઈ.
તન્નના મુખ્ય ત્રણ પ્રકાર છે : “કૌલ”, “અકુલ” અને “સમયાચાર”. કૌલ તત્રમાં કુંડલિની શક્તિ કે ચિતિ શક્તિનું પ્રાધાન્ય માનવામાં આવે છે. અકુલમાં દહરાકાશ સ્થિતિ શિવજીનું પ્રાધાન્ય રહે છે. બંનેનું સામંજસ્ય ત્રીજી પરંપરામાં છે. કાલિદાસને એક બાજુ નાન્દીપઘો, કુમારસંભવ અને શાકુન્તલના ભરત-વાક્યના આધાર પરથી “શૈવ' માનવામાં આવે છે. બીજી તરફ કાલિદાસ નામ મહાકવિ કાલીભક્ત હોવાની વાત સૂચિત કરે છે. પરંતુ વસ્તુતઃ કાલિદાસ શિવ અને શક્તિ બંને તરફ સમાનભાવે જુએ છે. બંનેનું સામંજસ્ય કવિને અભિપ્રેત છે. તેમજ મહાકવિ તન્નની ત્રીજી પરંપરા સમયાચારનું સમર્થન કરે છે.
કાલિદાસ માલવિકાગ્નિચિત્રમાં ‘મષ્ટfહ્ય નપિ તનવંઝતો નામનઃ' કહી. શિવજીને ‘:'થી બતાવી, શિવજીના આઠ-સ્વરૂપ તનુ કે મૂર્તિ દ્વારા શિવ-શક્તિની એક્તાની સાથે ભિન્નતા ઘોતિત કરે છે. કાલિદાસે જ્યાં-જયાં જે-જે અષ્ટમૂર્તિનો સંદર્ભ આપ્યો છે, ત્યાં-ત્યાં “તનુ’ કે ‘મૂર્તિ સ્ત્રીલિંગ શબ્દનો જ પ્રયોગ કર્યો છે. શાકુન્તલમાં શિવજીના આઠ-સ્વરૂપના ‘યા મૃfઇ હૃષ્ટદ્યા... (૧.૧) પદ્યમાં વર્ણન છે. ત્યાં શિવના પંભાવને સ્ત્રીલિંગમાં કવિએ જોયો છે. શાકુન્તલના ભરતવાક્યમાં પ્રવર્તતાં પ્રતિહિતાય પfથવ:'માં પૃથ્વી સ્વરૂપ શિવ પ્રકૃતિ કે શક્તિનું હિત કરે, અર્થાતુ પૃથ્વી તત્ત્વયુક્ત જીવ પ્રકૃતિ કે મૂળ તત્ત્વને મેળવવા પ્રયત્ન કરે. “સરસ્વતી શ્રુતિ હતી મહયતામ્'માં પ્રાર્થના છે કે, સરસ્વતીની પૂજનીયતા વધે. છેલ્લા બે ચરણોમાં “મમાપિ વ ક્ષથતુ નૌત્તતોહિત પુનર્નવં પરિવાતp/ત્મશ્ર:' દ્વારા પ્રાર્થનામાં નીલલોહિતજ્યોતિ સ્વરૂપ પરિગતશક્તિ શિવ છે તે ‘ન્તાસંમિશ્રદ:' (૧/૬), ‘ મુમતિવ્યતિરે સ્વી' (૧/૪)માં વર્ણવાયા છે. તેમજ કુંડલિની શક્તિયુક્ત
* કે. સી. શેઠ આર્ટ્સ કૉલેજ, વીરપુર, (જિ. ખેડા)
કાલિદાસની કૃતિઓમાં મત્રતત્ર
પ૯
For Private and Personal Use Only