Book Title: Samipya 2007 Vol 24 Ank 01 02
Author(s): R P Mehta, R T Savalia
Publisher: Bholabhai Jeshingbhai Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
શ્રીકૃષ્ણકુમારાભ્યુદયમ્ - એક અભ્યાસ
ડૉ. બિહાગ જોશી*
સંસ્કૃત સાહિત્યમાં સૌરાષ્ટ્રપ્રદેશનું યોગદાન ધ્યાનાર્હ છે. પ્રાચીનકાળથી લઈને અઘાવિધ સૌરાષ્ટ્રમાં સંસ્કૃત સાહિત્ય સર્જનની પ્રવૃત્તિ ચાલી રહી છે. આ સર્જકોએ સાહિત્યના વિવિધ પ્રકારોમાં પોતાની કાવ્યબાની રચી છે. પરંતુ સાહિત્યના તમામ પ્રકારોમાં નાટક સૌથી વધારે લોકપ્રિય રહ્યું છે, તેનું કારણ કાલિદાસ નોંધે છે તેમ સ્વતઃ સ્પષ્ટ છે, ‘નાટ્ય મિન્નરુત્તેર્નનસ્ય વદુધાગ્યે સમારાધમ્ ।'
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંસ્કૃત સાહિત્ય સર્જનની પરંપરા આજસુધી અવિચ્છિન્નપણે ચાલુ રહી છે તેમાં ક્યાંક રાજ્યાશ્રય, ક્યાંક કવિનો સંસ્કૃતપ્રેમ તો ક્યાંક પ્રસંગવિશેષો નિમિત્તભૂત બન્યા છે. સૌરાષ્ટ્રના આધુનિક સંસ્કૃત નાટ્યકાર તરીકે મોરબીના શીઘ્રકવિ આચાર્ય શ્રી શંકરલાલ માહેશ્વર ભટ્ટનું પ્રદાન મહત્ત્વનું બની રહે છે. આ ઉપરાંત સૌરાષ્ટ્રના અન્ય નાટ્યકારોએ પણ સંસ્કૃત નાટ્યવાડ્મયને સમૃદ્ધ બનાવ્યું છે.
દેશી રજવાડાંઓના સમયમાં ભાવનગર સૌરાષ્ટ્રના અગ્રગણ્ય નગરોમાંનું એક હતું. તેના સૂર્યવંશી ગોહેલકુળના રાજાઓ પ્રજાવત્સલ અને ગુણગ્રાહી હતા. કલા અને સાહિત્યને યોગ્ય પ્રોત્સાહન મળતું તેમ જ રાજ્યાશ્રય પણ મળતો હતો. ઈ.સ. ૧૮૦૨માં, સંસ્કૃત નાટક ઇન્દ્રિયસંવાદનાટકના કર્તા શ્રી ગોવિંદજી રામજી ભટ્ટને કુમાર શ્રી વિજયસિંહજીએ ભાવનગરમાં રાજ્યાશ્રય આપ્યો હતો. પરંતુ અત્રે આ લેખમાં ભાવનગરના જ અન્ય એક નાટ્યકાર શ્રી કરુણાશંકર પ્રભુજી પાઠકની નાટ્યકૃતિ શ્રીકૃષ્ણકુમારાભ્યુદયમ્ છાયાનાટકના અભ્યાસનો ઉપક્રમ રાખ્યો છે.
૩
ચાર અંક ધરાવતું આ નાટક ભાવનગરના રાજવી શ્રી કૃષ્ણકુમારસિંહજીના જન્મ નિમિત્તે રચાયું છે. આ નાટકનો ઉલ્લેખ શ્રી વાસુદેવ પાઠકે ‘ગુજરાતના સંસ્કૃત નાટ્યકારો'માં કર્યો છે અને વિગતવાર પરિચય આપ્યો છે. નાટકનું શીર્ષક બતાવે છે તેમ એમાં કુમારનો જન્મોત્સવ જ કેન્દ્રમાં રહ્યો છે. પાત્રો કાલ્પનિક છે પણ નિરૂપિત પ્રસંગવિશેષ ઐતિહાસિક છે. સમગ્ર નાટક દરમ્યાન લેખકનો ભાવોદ્રેક વર્તાયા કરે છે. તેનું કથાવસ્તુ આ પ્રમાણે છે.
આરંભે, નાન્દી સ્વરૂપે ત્રણ શ્લોકોમાં ગુરુ, હિર તથા વાન્દેવીની સ્તુતિ કરી છે. પછી તરત જ કલ્યાણ રાગમાં, શિવની સ્તુતિ કરતું, મંગલગીત મૂક્યું છે. નાન્દીના અંતે સૂત્રધાર અને નટીનો સંવાદ રચાય છે. તેમાં નટી જણાવે છે કે, કુમારના જન્મ પહેલાં જ લખાયેલા શ્રી કૃષ્ણકુમારાભ્યુદયમ્ નાટકનો પ્રયોગ પ્રસંગોચિત રહેશે. સૂત્રધાર પણ નટી સાથે સમ્મત થાય છે.
પ્રથમ અંકના ઉઘાડની સાથે, ધર્મસૂત્રના વ્યાખ્યાન માટે, કુલગુરુ શ્રી સદાનંદ ભટ્ટને બોલાવવા ગયેલા ધર્મપાલની પ્રતીક્ષા કરતા નગરશેઠ લક્ષ્મીધર પ્રવેશ કરે છે. ત્યાં ધર્મપાલ આવીને જણાવે છે કે ગુરુ આજે પોતાના બાલમિત્ર મુકુંદ શાસ્ત્રીના ઘરે જવાના હોવાથી ધર્મસૂત્રોનું વ્યાખ્યાન કરવા આવી શકશે નહીં.
૯૪
એ પછી લક્ષ્મીધર, અધ્યયન અને અધ્યાપનમાં રત રહેતા અને નિત્ય સાયંકાળે વિદ્યાવિનોદ કરતા શ્રીકંઠ, સદાનંદ, મુકુંદ અને ગંગાધર એ ચાર મિત્રોનો પરિચય આપી પોતાની દુકાન તરફ જાય છે.
હવે, મનમાં આશ્ચર્ય અને આનંદની મિશ્ર લાગણી અનુભવતા સદાનંદનો પ્રવેશ થાય છે. આકસ્મિક * અધ્યક્ષ, સંસ્કૃત વિભાગ, બહાઉદ્દીન વિનયન કૉલેજ, જૂનાગઢ
સામીપ્ય : પુ. ૨૪, અંક ૧-૨, એપ્રિલ – સપ્ટે., ૨૦૦૭
For Private and Personal Use Only