Book Title: Samipya 2007 Vol 24 Ank 01 02
Author(s): R P Mehta, R T Savalia
Publisher: Bholabhai Jeshingbhai Adhyayan Sanshodhan Vidyabhavan

View full book text
Previous | Next

Page 115
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આમ, સરકાર દ્વારા હથિયાર જમા કરાવવાની પ્રવૃત્તિએ જોર પકડ્યું. મુડેટીના ઠાકોર સુરજમલ ઉશ્કેરાયા, અંગ્રેજોએ ક્રૂરતાપૂર્વક શસ્રો છીનવવા માંડ્યા. તેથી સૂરજમલે બળવો કરી અંગ્રેજોને દિવસે તારા બતાવ્યા. અંગ્રેજ સત્તા એકસો વર્ષના લાંબા ગાળામાં જે યુક્તિઓ અને દમનના માર્ગે આગળ વધીને ચાલી હતી તેની સામે થવાની ઊંડી ઇચ્છા તો હતી જ સાથે પોતાનું કંઈક ઝૂંટવાય છે અને વિદેશીઓ હડપ કરે છે આવી ભાવનાએ પ્રજામાં સંતાપ પેદા કર્યો હતો. ઠાકોર સૂરજમલને ઇડર દરબારનું રૂ. ૪૧૯૫૮-૨-૯નું દેવું હતું આથી મુડેટીના ઠાકોર સૂરજમલ અને ઇડરના રાવ વચ્ચે દેવા બાબતે ઝઘડો થતા તેનું વર્ષાસન બંધ કર્યુ. સૂરજમલે જોધપુર પોતાના સાસરે જઈને સસરા પાસેથી પૈસા લઈ આવવા પરવાનગી માગી, પરંતુ ઇડરના રાવને કાવતરાની ગંધ આવતાં, તેને જોધપુર જવાની પરવાનગી ન આપી. તે દરમ્યાન મહીકાંઠા પોલિટીકલ એજન્ટ વાઇટલોર્ડને ઠાકોર સૂરજમલને મળવા માટે જણાવ્યું, ઠાકોર સૂરજમલે તેમના કારભારી વજેરામને વાઇટલોડ પાસે મોકલ્યા. કારભારી વજેરામે જણાવ્યું કે દેવાનો પ્રશ્ન અને મુડેટી પ્રત્યેની કિન્નાખોરી બંધ ન થાય ત્યાં સુધી ઠાકોર સૂરજમલ આવશે નહિ. આમ સમાધા ન થયું. અને ઠાકોર સૂરજમલે ઇડરના રાજ્ય તથા અંગ્રેજ સરકાર સામે લડત લડી લેવા તૈયારી કરવા માંડી. ૩૦મી માર્ચ, ૧૮૫૮ના રોજ બ્રિટીશ સરકાર અને ઇડરના રાજા સામે બળવો કર્યો. ઠાકોર સુરજમલની સાથે મેવાડના રાજા, તેમજ મહીકાંઠાના મોટાભાગના તાલુકેદારો અને લોકોનો સાથ હતો. આને પરિણામે બ્રિટીશ સરકાર તથા ઇડરના રાજાની સંયુક્ત લશ્કરી ટુકડીઓ દ્વારા મુડેટીમાં થાણું નાખ્યું. સૂરજમલે આનો વિરોધ કર્યો. મુંબઈ સરકારના સેક્રેટરી એડરસને મિ. શેક્સપિયરને સમાધાનથી કામ લેવા સૂચના આપી. સૂરજમલ હપ્તાથી દેવું ચૂકવવા સંમત થયા, પણ ઇડરના રાવનો જાગીર ઉપર કોઈ હક ન રહે અને પુત્રીના લગ્ન માટે પૈસા મેળવવા જોધપુર જવાની શરતો મૂકી, ઇડરના રાવે શરતો ન સ્વીકારતાં તેણે બળવો કર્યો. ઠાકોર સૂરજમલે સૌ પ્રતમ મુડેટીમાંથી પોતાના કુટુંબીજનોને દૂર કરીને, રાજપૂતો ભીલો અને સિપાઇઓને મુડેટીની ચારે દિશામાં ગોઠવી દીધા. સૂરજમલ ઠાકો૨ના સૈન્યમાં ૨૦૦ મકરાણી, ૧૫૦ પાયદળ સૈનિકો, ૫૦ ઘોડેસવારો, ૩૦૦ ભીલો અને સૈનિકો હતા. અંગ્રેજી સેનાના મોટા લશ્કરની પણ ઠાકોર સૂરજમલને નમાવવાની યોજના સફળ ન થઈ. કેપ્ટન બ્લેકે ઇડરના ૨૦૦ સૈનિકો, ગુજરાતના ૧૫૦ અને ૧૭૫ ગાયકવાડી અશ્વો સાથે ૯મી ઓગસ્ટ, ૧૮૫૮ ના રોજ મુડેટી ૫૨ હુમલો કર્યો. ઠાકોર સૂરજમલના સૈન્યે તેને હરાવ્યો. એ હુમલામાં લેફ્ટન્ટ લૉનો જમણો હાથ ઘવાયો તેથી આ સૈન્યને બડોલી, રેવાસ તરફ પીછેહઠ કરવી પડી. કેપ્ટન બ્લેકે બળવાને વધુ બળવાન બનતો જોઈને અમદાવાદ અને કડીમાંથી વધુ લશ્કર મંગાવ્યું. આ તમામ લશ્કરનો સામનો ઠાકો૨ સૂરજમલે અને તેના લશ્કરે કર્યો. ઠાકોર સૂરજમલના અનેક મકરાણીઓ મરાયા. આમ નાનકડું મુડેટી અંગ્રેજો માટે માથાના દુખાવા સમાન બન્યું. ત્યારબાદ કેપ્ટન રેઇકસની હકુમત હેઠળ મુડેટીને મુકવામાં આવ્યું તેમણે લશ્કર દ્વારા ચારે બાજુથી ઠાકોરને ઘેરી લીધા. કેપ્ટન રેઇકસે સૂરજમલને મદદ કરતા ઠાકોરોને પ્રલોભનો આપી હાથ ઉપર લીધા. આમાં ગોતાનો ઠાકો૨ તથા સૂરજમલનો ભત્રીજો ચૌહાણ હમીરસીંગ ઇડરના રાજાને શરણે ગયા, તેથી સૂરજમલ નિઃસહાય બની ગયા. તેથી પરિસ્થિતિને અનુકુળ થઈને ઠાકોર જાતે જ સમાધાનની શરતો માટે ઇડરના રાજાને મળ્યા અને સમાધાન કર્યું. આમ આ મુડેટી પ્રકરણનો અંત આવ્યો. દેશના પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામમાં સાબરકાંઠા જિલ્લાના મુડેટી ગામનું પ્રદાન For Private and Personal Use Only ૧૧૧

Loading...

Page Navigation
1 ... 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125