Book Title: Samipya 2007 Vol 24 Ank 01 02
Author(s): R P Mehta, R T Savalia
Publisher: Bholabhai Jeshingbhai Adhyayan Sanshodhan Vidyabhavan

View full book text
Previous | Next

Page 121
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વૈષ્ણવ પુરાણોનાં સ્તોત્રોમાં ભક્તિ અને દર્શન, લે. ડો. રવીન્દ્રકુમાર પ્ર. પટેલ, પ્રાપ્તિસ્થાન : પાર્શ્વ પબ્લિકેશન, નિશા પોળ, રિલીફ રોડ, અમદાવાદ, કિં. રૂ. ૧૩0-00 પૌરાણિક ભક્તિ અને દર્શનને વિગતે સ્પષ્ટ કરવાના ઉદ્દેશથી ડૉ. રવીન્દ્રકુમારે ‘વૈષ્ણવ પુરાણોનાં સ્તોત્રોમાં ‘ભક્તિ અને દર્શન' નામના તેમના પુસ્તકમાં પ્રમુખ ચાર વૈષ્ણવપુરાણો પસંદ કર્યા છે. વિષ્ણુપુરાણ, ભાગવતપુરાણ, નારદીયપુરાણ અને ગરુડપુરાણ. આ વૈષ્ણવપુરાણોના સ્તોત્રોના માધ્યમથી લેખકે ભક્તિ અને દર્શન સંબંધી તથ્યો તેમજ વિગતોનું નિરૂપણ અને સમીક્ષણ કરવાનો પ્રયાસ કર્યો છે. આ પુસ્તક બે વિભાગોમાં વહેંચાયેલ છે. પ્રથમવિભાગમાં ‘વૈષ્ણવ પુરાણોનાં સ્તોત્રોમાં ભક્તિ' એ વિષય અન્તર્ગત ભક્તિનો ઉદ્દભવ, વિકાસ, સ્વરૂપ તથા પ્રકારો દર્શાવ્યા છે. ભક્તિના ઉદ્દભવ અને વિકાસની ચર્ચામાં વૈદિક સાહિત્ય, બ્રાહ્મણગ્રન્થો, ઉપનિષદો, આર્ષગ્રન્થોનો પણ વિનિયોગ કરેલ છે. જયારે બીજા વિભાગમાં ‘શ્રીમદ્ ભાગવત અને અન્યપુરાણોનાં સ્તોત્રોમાં દર્શન' એ વિષય અન્તર્ગત અવતાર નિરૂપણ, બ્રહ્મવિચારણા, શક્તિવિચાર, જીવાત્મા, જગતતત્ત્વ, મોક્ષવિચારણા જેવા વિષયોની છણાવટ કરેલ છે. આ પુસ્તક તૈયાર કરવા લેખકે ૬૮ જેટલા સંદર્ભગ્રન્થોનો ઉપયોગ કરેલ છે. કુલ ૨00 પૃષ્ઠના આ પુસ્તકનું પ્રકાશન ઈ.સ. ૨૦૦૫માં ગુજરાત રાજ્ય, સંસ્કૃત સાહિત્ય અકાદમી, ગાંધીનગરની આર્થિક સહાયથી થયેલ છે. પુસ્તકના પ્રકાશક લેખક પોતે છે. શ્રીધર સ. વ્યાસ સંસ્કૃત સાહિત્યશાસ્ત્ર અને સૌંદર્યશાસ્ત્ર, લેખક : પ્રા. ડૉ. રશ્મિકાન્ત પી. મહેતા, પ્રકાશક : સરસ્વતી પુસ્તક ભંડાર, હાથીખાના, રતનપોળ, અમદાવાદ-૩૮૦૦૦૧, પ્રથમ આવૃત્તિ, વર્ષ-૨૦૦૫-૨૦૦૬, મૂલ્ય - રૂ. ૨૫, પૃષ્ઠ સંખ્યા - ૨૬. પૂર્વે સંસ્કૃતના અધ્યાપન કાર્યમાં સંલગ્ન રહ્યા પછી પૂર્ણતઃ સંશોધનકાર્યમાં રત બનેલા ભો. જે. વિદ્યાભવનના નિયામક ડૉ. આર. પી. મહેતાસાહેબે તેમની કારકિર્દીમાં જે વિધવિધ પુસ્તકો લખ્યા છે તેમાંનું આ એક શ્રેષ્ઠ પુસ્તક છે. UGC ના માર્ગદર્શન પ્રમાણે દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના અનુસ્નાતક વિદ્યાર્થીઓ માટેનું આ એકમાત્ર સંપૂર્ણ અદ્યતન પુસ્તક છે. સંસ્કૃત સાહિત્યશાસ્ત્ર અને સૌંદર્યશાસ્ત્ર નામનો આ એક લઘુગ્રન્થ છે. આમાં કુલ પાંચ પ્રકરણ છે, જે કુલ ૨૫ પાનાઓમાં પથરાયેલા છે. પ્રથમ પ્રકરણ-સાહિત્ય શાસ્ત્ર, તેના પર્યાયો અને અર્થોમાં ખૂબ સુંદર રીતે સાહિત્ય અને શાસ્ત્ર એમ બન્ને પદોને સમજાવવામાં આવ્યા છે. દ્વિતીય પ્રકરણ - કાવ્યશાસ્ત્રનાઃ ઉદ્ભવ અને વિકાસમાં આચાર્ય રાજશેખરકત કાવ્યશાસ્ત્રના ઉદ્દભવ અને વિકાસને લગતા તથ્યોને એક પૌરાણિક શૈલીના ઉપાખ્યાનના સ્વરૂપમાં મૂકી ૪ અનુકરણવૃત્તિઓ, ૪ વૃત્તિઓ અને ૩ રીતિની ઉત્પત્તિ બતાવી છે. તૃતીય પ્રકરણ- ભારતીય સૌંદર્ય શાસ્ત્રમાં સૌંદર્ય શબ્દના પર્યાયો આપી, સૌંદર્યનું વિવેચન, ભારતીય અને પાશ્ચાત્ય સૌંદર્યની તુલના કરીને તેની કતિષય વિશેષતાઓની વિસ્તૃત છણાવટ કરી છે. કાવ્યશાસ્ત્રના પ્રમુખ સિદ્ધાન્તો નામનાં ચતુર્થ પ્રકરણમાં રસ, અલંકાર, રીતિ, ધ્વનિ, વક્રોક્તિ અને ઔચિત્ય જેવા સિદ્ધાન્તોને સૌંદર્યના સાધનો તરીકે ગણાવ્યા જેમાં તેમની એક સંશોધક તરીકેની સૂક્ષ્મ દૃષ્ટિ જોવા મળે છે. સંસ્કૃત કાવ્યશાસ્ત્રનો ઈતિહાસ નામના પચ્ચમ પ્રકરણમાં આચાર્ય ભરતથી શરૂ કરીને પંડિત જગન્નાથ સુધીના આલંકારિકોની વિગતે માહિતી આપ્યા પછી શેષ કપિ આલંકારિકો નો નિર્દેશ કર્યો છે. જે વિદ્યાર્થીઓને ખૂબ ઉપયોગી થશે એવું મારું મન્તવ્ય છે. ગ્રંથાવલોકન ૧૧૭ For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 119 120 121 122 123 124 125