Book Title: Samipya 2007 Vol 24 Ank 01 02
Author(s): R P Mehta, R T Savalia
Publisher: Bholabhai Jeshingbhai Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
વ્યક્તિઓએ દેહત્યાગ કર્યો. એ સહુ આ પાવનતીર્થમાં સદ્ગતિ પામ્યાં. અહીં શીર્ષકોથી શ્રીકૃષ્ણ વાસુદેવના દેહોત્સર્ગના પાવનતીર્થની સ્મૃતિ સચવાઈ રહી છે. શ્રીકૃષ્ણનો જન્મ મહુરત્યાં, નિવાસ ગોકુલ-વ્રજ અને દ્વારકામાં, પણ દેહોત્સર્ગ પ્રભાસ તીર્થમાં, આથી પ્રભાસને વૈષ્ણવ તીર્થ તરીકે અપાર મહિમા પ્રાપ્ત થયો. અહીં કેવળ શ્રીકૃષ્ણનો નહિ, બલરામ અને અનેકાનેક અન્ય નામાંકિત યાદવોનો દેહોત્સર્ગ થયો છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આ છે પ્રભાસ તીર્થનો આદ્ય-ઐતિહાસિક કાલનો પૌરાણિક વૃત્તાંત. જૈન અનુશ્રુતિ પણ આને સમર્થન આપે છે. અલબત્ત, એ સૌરાષ્ટ્રમાં શત્રુંજ્ય અને ગિરનાર પર્વત પરનાં તીર્થોને સવિશેષ મહત્ત્વ આપે છે. પરંતુ દ્વારકા અને પ્રભાસને પણ ઠીક ઠીક મહત્ત્વ આપે છે. વસુદેવના મોટા ભાઈ સમુદ્ર વિજયના પુત્ર નેમિકુમા૨ નેમિનાથ નામે તીર્થંકર થયા, તઓના પરિવાર પણ દ્વારકામાં વસતા હતા.
*
*
*
પુરાણો પ્રભાસનો શૈવ તીર્થ તરીકે અપાર મહિમા ગાય છે. સ્કંદ પુરાણમાં તો ‘પ્રભાસખંડ' નામે એક વિશિષ્ટ ખંડ અપાયો છે એમાં પ્રભાસ તીર્થની ઉત્પત્તિ, સોમે (ચન્દ્ર) આ સ્થાનમાં કરેલી તપશ્ચર્યા અને શિવની આરાધનાના કારણે અહીં થયેલ સોમેશ્વર (સોમનાથ)ની સ્થાપનાને લગતા પૌરાણિક વૃત્તાંત નિરૂપાયા છે. ઉપરાંત આ તીર્થક્ષેત્રમાં આવેલાં સેંકડો તીર્થોનું માહાત્મ્ય દર્શાવ્યું છે.
પ્રભાસને શૈવ તીર્થ તરીકે અવનવું મહત્ત્વ આપ્યું છે એના આ સોમેશ્વર (સોમનાથ) મંદિરે. અનુશ્રુતિ અનુસાર અહીં સોમ અથવા સોમશર્મા નામે બ્રાહ્મણે સોમ સિદ્ધાંત પ્રવર્તાવેલો. રુદ્રનો ૨૭મો અવતાર મનાતા એ મહાનુભાવ ઇસવી સનની પહેલી સદીના પૂર્વાર્ધમાં થયા લાગે છે. પ્રભાસમાં શિવલિંગની ‘સોમેશ્વર’ નામે થયેલી સ્થાપના આ સોમેશ્વરને આભારી હશે. પછી ભગવાન શિવના ૨૮ મો અવતાર મનાતા ભગવાન લકુલીશે ગુજરાતમાં પાશુપત સંપ્રદાય પ્રવર્તાવ્યો. પ્રભાસમાં પશુપત સંપ્રદાય શતકો સુધી પ્રબળ રહ્યો.
ઐતિહાસિક દૃષ્ટિએ જોઈએ, તો શૈર્યધર્મ અહીં ક્ષત્રપ કાલથી લોકપ્રિય હતો. ગુપ્તકાલમાં ભાગવત સંપ્રદાય પણ પ્રસર્યો. મૈત્રક કાલમાં વલ્લભીના મૈત્રક વંશના રાજાઓ પરમ માહેશ્વર હતા. પછી અહીં જે પુરાતત્ત્વીય ઉત્ખનન થયું તેમાં કુમારપાલ સોલંકીના સમયના મંદિરના ખંડેરમાં સહુથી નીચે જે પ્રાચીન મંદિરના અવશેષ મળેલા, તે ૮ મી સદીના જણાતાં અહીં પાયાણનું પ્રાચીનતમ મંદિર મૈત્રક કાલના અંતભાગમાં બંધાયું હોવાનું માલૂમ પડ્યું છે.
૧૦૦
પ્રભાસના આ સુપ્રસિદ્ધ મંદિરનો વિધર્મીઓ દ્વારા અનેક વાર ધ્વંસ થયો ને ભાવિક ઉપાસકો દ્વારા એનું વારંવાર નવનિર્માણ થતું રહ્યું. ઈ.સ. ૧૦૨૬ ના આરંભમાં આ મંદિરનો મહમૂદ ગઝનવીના હાથે ધ્વંસ થયો, એ પછી ભીયદેવ ૧ લાએ ત્યાં નવું પાષાણ-મંદિર બંધાવ્યુ. થોડા સમયમાં એ જીર્ણ થતાં ઈ.સ. ૧૧૬૯ માં કુમારપાલે એનું નવનિર્માણ કર્યું. એ મેરુ-પ્રાસાદ હતો. ભીમદેવ ૨ જાએ આ મંદિરની આગળ મેઘધ્વનિ નામે મંડપ ઉમેરાવ્યો. એ મંડપની ઉત્તરે સારંગદેવના સમયમાં ત્રિપુરાન્તકે પાંચ દેવાલય અને કીર્તિતોરણ રચાવ્યા. સોલંકીકાલ સુવર્ણકાલ ગણાય છે. સોલંકી રાજાઓ પણ પરમ માહેશ્વર હતા. અભિલેખોમાં ઘણા ખરા રાજાઓને ‘ઉમાપતિવરલબ્ધ પ્રસાદ' કહ્યા છે. સોલંકી કાલના સોમનાથ મંદિરમાં ગર્ભગૃહ, પ્રદક્ષિણા-પથ, ગૂઢમંડપ, રંગમંડપ અને કીર્તિતોરણોનો સમાવેશ થયો ને એના વિશાળ પ્રાંગણને ફરતો કોટ હતો. એના ઉત્ખનનમાં પ્રાપ્ત થયેલ મૂર્તિશિલ્પો તથા શિલ્પખંડો ત્યાંના સ્થાનિક મ્યુઝિયમમાં સચવાયેલ છે. કુમારપાલના સમયના મંદિરનો ઈ.સ. ૧૨૯૯ માં ધ્વંસ થયો. એ પછી જૂનાગઢના રા'ખેંગાર ૪ થાએ એની સુંદર મરામત કરાવી. પરંતુ સલ્તનત કાલમાં એ મંદિરનો ધ્વંસ થયા કર્યો. ઈ.સ. ૧૪૫૧ માં રા' માંડલિક ૩ જાએ સોમનાથમંદિરને સમરાવી
સામીપ્ય : પુ. ૨૪, અંક ૧-૨, એપ્રિલ – સપ્ટે., ૨૦૦૭
For Private and Personal Use Only