Book Title: Samipya 2007 Vol 24 Ank 01 02
Author(s): R P Mehta, R T Savalia
Publisher: Bholabhai Jeshingbhai Adhyayan Sanshodhan Vidyabhavan

View full book text
Previous | Next

Page 112
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org સુંદર અને વિશિષ્ટ રીતે કર્યું છે. મટકીતોડ-બાળકૃષ્ણ : માખણ-છાશના માટલાને બાળકૃષ્ણ તોડે છે તેનું હૂબહૂ ચિત્રણ કર્યું છે. કેસરી રંગની દોણીને સફેદ રંગની દોરીથી વલોણા સાથે બાંધી છે તે દોણીના બે ભાગ થયેલા બતાવ્યા છે. જશોદા બાળકૃષ્ણને ઠપકો આપે છે. અન્ય નારીઓ ફળિયામાં જણાય છે. કૃષ્ણે બાળમિત્રો સાથે મટકી તોડી તે દર્શાવ્યું છે. ચારે બાજુ વાંદરા કૂદે છે. કદાચ માખણ ખાવા ઉત્સુક હોઈ શકે. મહેલના નાના સફેદ રંગના ત્રણ ઓરડા દોર્યા છે. દશાવતાર ગંજીફો નં. ૨૧૪૨૬ Acharya Shri Kailassagarsuri Gyanmandir માપ : ૭.૫ ૪ ૭.૫ સે.મી. વર્તુળાકારમાં રચાયેલ દશાવતાર ગંજીફો મુખ્યત્વે વિષ્ણુના દસ અવતારોનો સૂચક છે. સામાન્ય રીતે દરેક અવતારના ૧૨ પાના હોય છે. દસ વિવિધ અવતારનાં પાનાનાં નામ અને રંગ પણ વિવિધ હોય. દા.ત. મત્સ્ય અને કૂર્મ લાલ, વરાહ પીળો, નરસિંહ અને વામન લીલો, પરશુરામ બદામી, રામચંદ્ર પીળો, કૃષ્ણ બદામી અને બુદ્ધ-કલ્કીનો કાળો. આમાં ગંજીફાના ચિત્રો કાગળ ઉપર દોરીને ઉપર લાખનો રંગ લગાડવામાં આવતો. તેમાં રાજા આસન ઉપર બેઠેલા હોય, પ્રધાન-વજીર ઘેડા ઉપર. પ્રથમ પાંચ અવતારોમાં મૂલ્યની દૃષ્ટિએ એક્કો પ્રધાન હોય છે. પછી બીજા પાંચ અવતારોમાં દસ્સો પ્રધાન હોય છે. હુકમના પત્તામાં જો દિવસે ગંજીફાની રમત રમાતી હોય તો રામ અને રાત્રે રમાતી હોય તો કૃષ્ણ હુકમ તરીકે ગણાય છે. આ જ પ્રમાણે સાંજે નરસિંહ, ધૂંધળા દિવસે કુર્મહુકમપત્તું ગણાય છે. આ પત્તાની રમત માત્ર ત્રણ જણા રમી શકે છે.' અહીં એવું અનુમાન કરી શકાય કે આ દશાવતાર ગંજીફાનું મૂળ કારણ ધાર્મિકતા હોઈ શકે. ધર્મનાં મૂળતત્ત્વો જેવાં કે પૃથ્વી, સ્વર્ગ, સૂર્ય, ચંદ્ર, પાણી જેને વેદોમાં દેવ તરીકે નિરૂપ્યા છે તેમને ગંજીફા ઉપર દેવ કે પરમાત્માના સ્મરણ માટે ચિતરવામાં આવ્યા હોય. જેથી રમત રમતાં ઈશ્વરનું સ્મરણ થઈ શકે. તેમજ ગંજીફાનો ગોળ આકાર પણ વિશ્વના સ્વરૂપનું સૂચન કરે છે. પ્રાચ્યવિદ્યામંદિર, મ.સ. વિશ્વવિદ્યાલયમાં ૧૩૮ હસ્તપ્રતો સચિત્ર છે. જેમાં ૭૪૨ પત્રો સચિત્ર પ્રાપ્ત થાય છે. વિવિધ વિષયો જેવાં કે જ્યોતિષ લગભગ ૮૧ સચિત્ર હસ્તપ્રતોની, તાડપત્રની ૬, કામશાસ્ત્ર વિષયક ૬, પુરાણશાસ્ત્રની ૨૩, તંત્રની ૫, સ્તોત્ર વિષયક ૪, કાવ્યની ૫, સૌથી વધુ જૈન ૨૦, જેમાં ૧૨ જૈન ચિત્રપટ છે, સંગીત વિષે ૨, ગીતાની ૫, બૌદ્ધશાસ્ત્રની ૨, માહાત્મ્યની ૫, કોશ, પ્રાકૃત, નાટક, હિન્દી, સ્તોત્ર વગેરેની માત્ર ‘એક’ સચિત્ર હસ્તપ્રત જળવાયેલી છે. જેમાં સમય (date) વિષયક માહિતી આપતી ૪૧ સચિત્ર હસ્તપ્રતો છે. તેમાં સૌથી જૂની જૈનશાસ્ત્રની હસ્તપ્રત ‘ઉત્તરાધ્યાય’ છે. જેનો નં. ૧૭૭૧ છે. તે સં. ૧૫૨૫ થી ૧૫૫૦ ના સમયગાળામાં લખાયેલી છે. ગુજરાતી વિષયમાં નવ સચિત્ર હસ્તપ્રતો છે. જેમાં કેટલાંક ગુટકાઓ છે જે પુસ્તકાકારે પ્રાપ્ત થાય છે. હસ્તપ્રત નં. ૨૫૮૨૩માં નરસિંહ મહેતાની પુત્રીનું મોસાળુ, માતાનો છંદ, નરસિંહ મહેતાની હુંડી, સુદામાચરિત વગેરે છે. પાન નં. ૬૧ ઉપર રથમાં બધા જઈ રહ્યા છે અને બે બહેનો રાસ રમે છે. પાન નં. ૧૩૨ ઉપ૨ અર્જુન બેઠા છે. માથે છત્ર, ખભે ધનુષ્ય-બાણ છે. જૂની ગુજરાતીમાં ‘માનતુંગ માનવતી રાસ' છે. ૧૦૮ પ્રાચ્યવિદ્યામંદિર ઉપરાંત વડોદરાના હંસવિજયજી સંગ્રહમાં ‘કલ્પસૂત્ર'ની ૧૫ મી સદીની હસ્તપ્રત સુરક્ષિત છે જેનું લખાણ સોનેરીશાહીથી લખેલું છે. આ હસ્તપ્રતમાં આઠ ચિત્રો અને ૭૪ અપ્રતિમ કારીગરીવાળી સુંદર કિનારીઓ છે. આ ઉપરાંત વડોદરાના શ્રી જૈનજ્ઞાનમંદિરમાંના મુનિરાજ શ્રી હંસવિજયજી શાસ્રસંગ્રહમાં ૪૬ ક્રમાંકે સચવાયેલી બુદ્ધિસાગરસૂરિષ્કૃત ‘પંચગ્રંથી બુદ્ધિસાગર વ્યાકરણ' નામની પ્રતમાં કુલ ૧૪૩ પત્રો છે. એનું લેખનકાર્ય સામીપ્ય : પુ. ૨૪, અંક ૧-૨, એપ્રિલ – સપ્ટે., ૨૦૦૭ For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125